________________
૪૬
નિત્યનિયમાદિ પાઠ સર્વોત્કૃષ્ટ સ્થાનક-રહેવાનાં સ્થળ–કહ્યાં છે. આ ભાવો વિચારતાં તપાસતાં તેમાંથી સમ્યકત્વ મળી આવે છે, દરેક પદમાં આત્મા રહ્યો છે અને છયેમાં પણ એક જ આત્મા છે. નિત્ય છે... કર્તા, ભોક્તા..મોક્ષ મોક્ષપ્રાપ્તિ છે, એટલે આત્મા, તેની ઓળખાણ, બંઘથી અટકી મુક્ત થવું એમ અંતરંગ ઘર્મની શ્રદ્ધા સમજણ તે જ સમ્યક્દર્શન છે. પ્રથમ પદ -
આત્મા છે.” જેમ ઘટ પટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.
પ્રથમ પદ આત્મા છે. આમાં આત્મા સમજવા બે પદાર્થ લીઘા છે–જીવ અને અજીવ. અજીવ પાંચ છે–પુદ્ગલ, ઘર્મ, અઘર્મ, આકાશ અને કાળ. તેમાંથી અહીં પુગલના દ્રષ્ટાંત તરીકે ઘટ ને પટ કહ્યાં છે. ઘડો કે વસ્ત્ર અજીવ છે પણ તેને જાણનાર જોનાર બીજો પદાર્થ પણ છે તે જીવ છે. વળી જેમ ઘડા પર ગરણું વીંટ્યું હોય તેને જોનાર આત્મા જુદો છે, તેમ ઘટ એટલે દેહ તે પટ એટલે વસ્ત્ર સહિત છે તેમાં આત્મા રહ્યો છે. એમ દેહ અથવા પુદ્ગલ અને આત્મા બે ભિન્ન પદાર્થ છે તે બતાવ્યું.
દેહ વસ્ત્ર વગેરે બઘા જડ પદાર્થો તેના ગુણો રૂપ રસ સંઘ સ્પર્શ વગેરેથી જાણી શકાય છે. ગુણો ન હોય તે ગુણી ન જણાય તેવી રીતે આત્મા પણ તેના ગુણોથી જણાય છે. જે ઘટપટાદિને જાણે છે અને પોતાના આત્મસ્વરૂપને પણ