________________
૫૨
નિત્યનિયમાદિ પાઠ રીતે. એમ અભ્યાસ કરતાં બુદ્ધિપૂર્વક કષાયરહિતપણે આત્મસ્વરૂપમાં રહેવાય તો ઉપશમ થાય. એટલે અમુક વખત કષાયના ઉદયમાં તણાય નહીં. એમ અપ્રમત્ત દશાથી આત્માનું બળ વઘતું જાય ત્યારે એક વખત પૂરતું બળ કરી શ્રેણી માંડે ને તે કષાયોને મૂળમાંથી ઉખેડી નાંખે–સત્તામાંથી જ ક્ષય કરી નાખે ત્યારે તે હિંમેશને માટે છૂટી જાય. એમ પ્રથમ અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને છેવટે સંજ્વલન કષાયોને ક્ષય કરે ત્યારે મોક્ષ થાય. આત્માનું કર્મ-કર્તાભોક્તાપણું ટળે, અને તેની શક્તિઓ વઘતી વઘતી પૂર્ણતાને પામે. ક્રોધાદિ ઘટાડી શકાય છે, એ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે, તો પછી તેનો સર્વથા ક્ષય પણ થઈ શકે એટલે કે મોક્ષપદની, કષાય રહિત અથવા કર્મબંઘરહિત દશાની ખાતરી થાય છે. છઠ્ઠ પદ -
તે “મોક્ષનો ઉપાય છે.” જો કદી કર્મબંઘ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંઘથી વિપરીત સ્વભાવવાળાં એવાં શાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભજ્યાદિ સાઘન પ્રત્યક્ષ છે; જે સાઘનના બળે કર્મબંઘ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.
છઠ્ઠ પદ તે મોક્ષનો ઉપાય છે આસ્રવ એટલે કર્મ આવવાનાં કારણ, કષાય વગેરે બતાવ્યાં, તેથી વિરુદ્ધ સ્વભાવવાળાં સંવરનાં કારણો બતાવે છે. જેથી કર્મ આવતાં અટકે અને જૂનાં કર્મ ખરી જાય તે સંવર અને નિર્જરારૂપ મોક્ષનો ઉપાય છે.