________________
છ પદનો પત્ર
૫૩
જ્ઞાન – આત્મજ્ઞાન. પરને જાણી રહ્યો છે તેથી પાછો વળીને આત્મસ્વરૂપને જેમ છે તેમ જાણે તો કર્મ બંધાતા અટકે. દર્શન – સમ્યક્દર્શન. જીવાજીવાદિ પદાર્થોનું સ્વરૂપ જેમ ભગવાને કહ્યું છે તેમ શ્રદ્ધે અને આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરે તેથી કર્મ આવતાં રોકાય.
:
સમાધિ :– સમ્યક્ચારિત્ર. આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા યોગની ક્રિયાને રોકે તેથી કર્મ નિર્જરે ને નવાં ન બંધાય. “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘સમાઘિ’ કહે છે.’’
વૈરાગ્ય ઃ– રાગ નહીં તે. સંસારમાં દેહાદિમાં આસક્તિ છે તેથી કર્મ આવે છે. તે દેહાદિ, આત્માનો અનુભવ થતાં તેને નીરસ લાગે, તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. તેથી કર્મ નિર્જરે અને નવા ભવ ઊભા ન થાય.
ભક્તિ :– શુદ્ધાત્મા પ્રત્યે ભાવ, પ્રશસ્ત રાગ. શુદ્ધ સ્વરૂપનો લક્ષ અને તે પ્રાપ્ત કરવા આત્મસ્વરૂપમાં તન્મયતા, પ્રેમ. એથી પરવસ્તુનો મોહ ટળે ને સત્પુરુષની આશાએ વર્તતાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે. ભક્તિથી પોતાના દોષો, ઊણપ જાણી દૂર કરે. પરમાત્મસ્વરૂપને ભજતાં પરમાત્માના ગુણો પ્રગટે.
એમ આ બધાં સાધનો લૌકિક અર્થમાં નહીં, પરંતુ ખરેખર શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે કરે તો મોક્ષના ઉપાય છે.
મોક્ષનાં આ સાધનોમાં પ્રથમ જ્ઞાન એટલે સમ્યક્શાન કહ્યું છે. સમ્યજ્ઞાન તે આત્મા છે. તે શાથી પ્રાપ્ત થાય ? ધ્યાન અને સ્વાધ્યાયથી. સ્વાઘ્યાય એટલે આત્માનો લક્ષ થવા અર્થે જે