________________
૫૦
નિત્યનિયમાદિ પાઠ
ભિન્ન છે તેથી પુદ્ગલ ક્રિયાઓનો આત્મામાં આરોપ કરવારૂપ ઉપચારથી પુદ્ગલ પદાર્થોનો તે કર્તા છે.
ચોથું પદ ઃ—
‘આત્મા ભોક્તા છે.' જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાઘાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
ચોથું પદ આત્મા ભોક્તા છે – બધા પદાર્થને અર્થક્રિયા હોય છે, તેનું ફળ પણ આવે છે પરંતુ તે ફળથી સુખદુઃખ અનુભવવાની શક્તિ એક આત્મામાં જ છે તેથી તે ભોક્તા છે. વિષ, અમૃત, અગ્નિ, હિમ વગેરેમાં જે વિશિષ્ટ ગુણો છે તેનો સંબંધ થતાં, આત્મા તે ગુણોને અનુભવવારૂપ ફળ પામે છે. લોહચુંબકથી જેમ સોય આકર્ષાઈ આવે છે; તેમ તીવ્ર કે મંદ કષાય સહિત આત્મા પરિણમે તો તેવો કર્મબંધ થાય છે અને કષાયરહિતપણે પરિણમે તો કર્મ બંધાતાં નથી. જીવ જો કર્મ બાંધે તો સંસારનાં સુખદુઃખરૂપ ફળ પામે છે અને કર્મ ન બાંધે તો બંધરહિત આત્માનું સહજ સુખ ભોગવવારૂપ મોક્ષફળ પામે છે. ૫રમાર્થથી સ્વભાવપરિણતિએ આત્મા નિજ સ્વરૂપનો ભોક્તા છે; અને અનુપચરિત વ્યવહારથી તે દ્રવ્યકર્મના ફળનો ભોક્તા છે.