________________
૪૮
નિત્યનિયમાદિ પાઠ તે બજારમાં વેચાતો મળી શક્ત, ભવિષ્યમાં પણ કોઈ એવી રીતે આત્મા ઉપજાવે એ શક્ય નથી. ત્રણે કાળે તે ઉત્પન્ન ન કરી શકાય એવો છે તેથી અનુત્પન્ન છે. અને જે અનુત્પન્ન હોય તે અવિનાશી પણ હોય છે. કેમકે કોઈ પદાર્થોની મેળવણીથી બન્યો હોય તો તે પદાર્થો છૂટા પડતાં તેનો નાશ થાય. જેમકે સોનું ઘસાતાં ઘસાતાં અમુક કાળે માટીરૂપ બની નાશ પામે છે. પરંતુ આત્મા અનંત કાળથી જન્મ મરણના દુઃખો વેદતો સંસારમાં ફરે છે છતાં તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ છૂટો પડતો નથી, તે ટંકોત્કીર્ણ સંપૂર્ણપણે પોતાના સ્વરૂપે અખંડિત રહ્યો છે, રહે છે અને રહેશે. ત્રણે કાળ તેનું તેમ જ હોવાપણું છે તેથી નિત્ય છે.
અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો, કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સી જીવની મૂઢતા છે.” (૫૧૦) “જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે, તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે.” (૮૩૩) આત્મા નિત્ય છે તેનો દ્રઢ લક્ષ થાય તો “અબ હમ અમર ભયે, ન મરેંગે” એમ આનંદઘનજી મહારાજે ગાયું છે એવો અનુભવ થાય. ત્રીજું પદ :
આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિઘ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી