________________
છ પદનો પત્ર
૪૯ સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંઘ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. - ત્રીજું પદ આત્મા કર્તા છે – સર્વ પદાર્થને પોતાનું કાર્ય એટલે અર્થક્રિયા છે. ક્રિયા બે પ્રકારે ૧. માત્ર પોતારૂપે પરિણમનરૂપ ૨. પરિસ્પન્દન એટલે હલનચલનરૂપ. છયે દ્રવ્ય સમયે સમયે પરિણમવારૂપ ક્રિયા કરી રહ્યાં છે. પુદ્ગલ ને જીવને બન્નેને ક્રિયા છે.
ચેતનનું ક્રિયારૂપે પ્રવર્તન થાય છે તે શ્રી જિને ત્રણ પ્રકારે બતાવ્યું છે. (૧) શુદ્ધનિશ્ચયનય વિભાવ પરિણમનને લક્ષમાં લેતો નથી, શુદ્ધ દ્રવ્યની પરિણતિને જ લક્ષમાં લે છે, તેથી સ્વભાવ પરિણમનથી પોતાના ચેતન ગુણોપણે જ આત્મા પરિણમે છે અને ચેતન સ્વભાવનો જ કર્તા થાય છે. (૨) ચેતનનું જ વિભાવપણે પરિણમન થાય છે ત્યારે અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય અત્યંત નિકટ સંબંધવાળાં કર્મના સંબંઘરૂપ વ્યવહારનયથી આઠ કર્મનો આત્મા કર્તા કહેવાય છે. ખરી રીતે વિભાવ પરિણામને નિમિત્તે કર્મપુદ્ગલ ગ્રહણ થઈ પુણ્યપાપ બંઘાય છે; તે દ્રવ્ય કર્મનો કર્તા આત્મા (અસભૂત અનુપચરિત વ્યવહારનયથી) સંબંઘને લઈને કહેવાય છે; તે દ્રવ્યકર્મ જો કે સૂક્ષ્મ છે તેથી જોવામાં આવતા નથી પરંતુ આત્માને જન્મમરણ, સુખ-દુઃખનાં કારણ હોવાથી મહત્વનાં છે. (૩) પુદ્ગલ પદાર્થોમાં ફેરફાર કરવારૂપ, ઘર, નગર ઇત્યાદિ અનેક કાર્ય જીવ કરે છે, તે આત્માથી વિશેષ દૂર અને સ્પષ્ટ