________________
૩૨
નિત્યનિયમાદિ પાઠ भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः ।
वर्तिर्दीपं यथोपास्य भिन्ना भवति तादृशी ।। ભાવાર્થ – જેવી રીતે દીવો કરવો હોય ત્યારે કઠણ કોડિયામાં સ્નેહ (તેલ) ભરીને ઝટ સળગે તેવા રૂની દીવેટ યથાર્થ રીતે મૂકી જ્યાં દીવો પ્રગટ બળતો હોય ત્યાં દીવેટ પ્રગટતા સુઘી ઘરી રાખવામાં આવે તો દવે દીવો થાય છે. તેમ જે મહાત્માએ સમ્યકત્વરૂપી દીવો પ્રગટ કર્યો છે તે મહાત્માના ચરણકમળની ઉપાસના, અચળ પ્રેમ અને પ્રતીતિ હૃદયમાં રાખી, અતિ નમ્રભાવે કરવામાં આવે અને યોગ્યતા સંપૂર્ણ થતાં સુધી ધીરજ રાખી, વિનય ભક્તિ કર્યા કરે તો જે મહાત્માનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને એટલે સમ્યક્દશાને તે ઉપાસક પામે છે, પરમપદને પામે છે.
શાની સદ્ગુરુની પ્રશસ્ત ભક્તિ સેવા જીવ કરે, જ્ઞાનીની આશા આરાધે તો તેને સંસાર પરની આસક્તિ ઘટવા માંડે અને જ્ઞાનીની આત્મદશાની ઓળખાણ થતાં તેમાં રુચિ પ્રગટે, ત્યારે જે આત્માનો ઉપયોગ બહાર છે તે ફરીને પોતામાં સ્થિર થવાનો પુરુષાર્થ જાગે અને એ રીતે કર્મની સ્થિતિ ઘટતાં અને પરિણામની શુદ્ધિ થતાં કોઈ અપૂર્વ વખતે આત્મસ્વરૂપનું દર્શન જીવને થઈ જાય છે. એ આત્મદર્શન-સમ્યક્દર્શન કે સમકિત જો એક વાર થયું તો પછી જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ તે વધતાં વધતાં જીવ તે ભવે કે જન્માન્તરમાં પુરુષાર્થ કરી ઘાતિયાં કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રગટાવશે અને તેથી જન્મમરણ ટળી જઈ આત્મા શાશ્વત મોક્ષને પામશે.