________________
હO
નિત્યનિયમાદિ પાઠ વહ સત્ય સુથા દરશાવહિંગે, ચતુરાંગુલ હે હૃગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી,
ગહિ જોગ જુગ જુગ સો જિવહી. ૭ તે કૃપાદ્રષ્ટિ છે તે જ સત્ય સુખ કે જેનો અંત નથી, સુઘાઅમૃત છે તેને ઓળખાવે છે “ચતુરાંગુલ હે ડ્રગસે મિલહે” એ લીટીનો અર્થ પ્રભુશ્રીજી ઘણાને પૂછતા, પણ પોતે કહેતા નહીં. તેમણે કૃપાળુદેવને અર્થ પૂછેલો ત્યારે કૃપાળુદેવે કહ્યું હતું કે
જ્યારે અનુભવ થશે ત્યારે તે સમજાશે. એક રીતે એવો અર્થ નીકળે છે કે ચતુર પુરુષને આંગળી કરીને દિશા બતાવે છે ત્યારે તે દ્રગ એટલે સમ્યગ્દર્શનને જ્ઞાનીનાં સંકેતને અનુસરતાં પ્રાપ્ત કરે છે. મિલહે મળે છે, પ્રાપ્ત કરે છે.
તે આત્મા કેવો છે ? રસસ્વરૂપ છે. રસો હૈ સઃ એમ ઉપનિષમાં વાક્ય છે. આત્માનુભવરૂપ રસ પીનાર કોઈ વિરલા નિરંજન દેવ એટલે શુદ્ધ સ્વરૂપ આત્મા છે કે જેનો જોગ ગ્રહીનેપામીને જીવ અજર અમર થાય છે. તે પદમાં અનંત કાળ સ્થિતિ કરી રહે છે. સમ્યકુદ્રષ્ટિ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત મોક્ષમાર્ગમાં જ રહે ને અનુક્રમે આગળ વઘી મોક્ષ પ્રાપ્ત કરે. “કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.” (આંક ૫૬૯) સન્દુરુષ સાચા મળે, બોઘ આપે, પછી જીવ જો તે બોઘ અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ આણી, બળિયો થઈને આરાધે તો પાત્ર થાય અને આગળ દશા પ્રાપ્ત કરતાં સમકિત પામે. જેને સમ્યક્દર્શન થાય છે, તે ભાગ્યશાળી જીવ પરમાત્મારૂપ નિરંજન દેવનો રસ (આનંદ,