________________
૨૮
નિત્યનિયમાદિ પાઠ પરમાં જ શોધે છે. બાહ્ય આરાઘના અને સાઘનોને ઘર્મ માને છે. જ્યારે સદ્ગુરુ મળે તો કહે કે ઘર્મ એ તો તારું મૂળ સ્વરૂપ જ છે. સતુ એ તો પાસે જ છે, દૂર નથી. તેની સમજણ સાચા સગુરુ જેમણે પોતે સત્ પ્રાપ્ત કર્યું છે તેમના બોઘે આવે છે. પાત્રતા અને સોઘ બે મળે ત્યારે સમજાય.
કરુના હમ પાવત હે તુમકી; વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલર્સ,
જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫ સદ્ગુરુ કૃપાળુદેવ કહે છે કે મને તમારા પર પરમ દયા આવે છે, તેથી કહું છું કે સતુની પ્રાપ્તિ તો સુગુરુગમ એટલે સતુગુરુગમ અર્થાત્ આત્મારૂપ ગુરુ જ્યારે યથાર્થ વિચારે ને સમજે ત્યારે થાય છે. નિશ્ચયનયથી આત્મા જ આત્માનો ગુરુ છે. એને જ્યારે પોતાની દાઝ આવશે ત્યારે સદ્ગુરુનો બોઘ ગ્રહણ કરી તેની આજ્ઞાને આઘારે પોતાને જાણવાનો પુરુષાર્થ કરશે. સમજશે ત્યારે કામ થશે. બોઘ મળ્યો તે સમજવો જોઈએ, આશય સમજી આરાઘવો જોઈએ. એ રીતે ખરો ખપી બનીને જે સદ્ગુરુની આશાને આરાઘશે તે સહજમાં આત્મજ્ઞાન-સમકિત પામશે. પરંતુ તે ક્યારે બને? અનન્ય પ્રેમ આવે, સર્વને બાળીને ભસ્મ કરે એવો પ્રેમરૂપ અગ્નિ, તેમાં ઝંપલાવે ત્યારે. બીજી કંઈ અપેક્ષા ન રાખતાં સઘળેથી પ્રીતિને સંકેલીને તે એકમાં જ તન્મય બને. તે મૂર્તિનો એક સમયનો પણ વિરહ તેને મરણ તુલ્ય લાગે. તે કોઈ બીજા પ્રકારની પ્રીતિ નહીં પરંતુ સુપ્રેમ એટલે આત્માનું શુદ્ધ પરમાત્મસ્વરૂપ તે પ્રત્યે એકતાર ભક્તિ. તે જાગે ત્યારે આત્માનું