________________
૨૬
નિત્યનિયમાદિ પાઠ મનની વૃત્તિઓનો નિરોઘ કરી, સ્થિરતા કરી તથા પવન એટલે શ્વાસોચ્છવાસ, તેને રોકવાનો અભ્યાસ કર્યો. યોગનાં આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ છે. એ બઘાં મિથ્યાદ્રષ્ટિ પણ કરે છે. પરંતુ સૂક્ષ્મબોઘ–આત્મજ્ઞાન ન હોવાથી ફળદાયી થતાં નથી.
મન અને પ્રાણને રોકીને આત્માનો વિચાર કર્યો. સ્વબોઘ– પોતે કોણ છે ? પોતાનું સ્વરૂપ શું છે? તે જાણવા ધ્યાન વગેરે પણ કર્યા. એમ જીવે સ્વરૂપનો વિચાર અનેક વાર કર્યો, પરંતુ તેમાં ભૂલ જ આવી. આત્માને જેવો ચિંતવે તેવો જણાય. “આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે.” (આંક ૫૬૮) આત્માનું જે જ્ઞાન થયું તે ભૂલવાળું, અવળું હતું, મિથ્યા હતું; છતાં તેણે એમ માન્યું કે મને સ્વબોઘ થયો છે. એવી કલ્પના કરી એમ અહીં કહેવું છે. ત્યાર પછી મન વચન કાયાની પ્રવૃત્તિને વશ કરવા અનેક ઉપાયો, હઠયોગના પ્રયોગો ઉગ્ર કષ્ટ આપનારા કર્યા. અનેક પ્રકારની સાઘનાઓ આદરી તેમાં એકધ્યાનપણે લાગી રહ્યો.
મંત્રો અનેક જાતના છે. તેને જપવાના ભેદ પણ અનેક છે. જેમકે અમુક સંખ્યામાં, અમુક વખતે, અમુક દ્રવ્ય સહિત જપવા. તે રીતે ઘણાં પ્રકારના મંત્રો ઘણા પ્રકારે જપ્યા. અનેક જાતની તપશ્ચર્યા પણ અનેક રીતે આરાઘી. મનથી સર્વ પદાર્થ તરફ વૈરાગ્ય ઘારણ કર્યો. કંઈ ગમે નહીંખાવું, પીવું, પહેરવું, ઓઢવું વગેરે. જીવન પર પૂરો વૈરાગ્ય આવ્યો. સંસારમાં કંઈ સાર નથી એમ પણ લાગ્યું.