________________
૨૦
નિત્યનિયમાદિ પાઠ રઢ લાગે. પ્રભુ-આત્માનું શુદ્ધ સ્વરૂપ, તે પામવા સિવાય બીજું કિંઈ ન ગમે. બીજાં સર્વ કાર્યો પ્રત્યે વૈરાગ્ય આવે. સ્વાભાવિક ઉપશમ એટલે સહેજે કષાયની મંદતા થાય. માત્ર આત્માની જ ઝૂરણા થાય કે આત્મા જાણ્યા સિવાય જીવવું નથી. એમ મરણિયો થાય ત્યારે મિથ્યાત્વ ખસે એવું છે. સામાન્ય વ્રતાદિથી કંઈ ન બને. પરંતુ તેવી લય લાગવા માટે પ્રથમ સદ્ગુરુની ઉપાસના કરવી પડે. પ્રભુને પામવા ગુરુકૃપા જોઈએ. નમસ્કારાદિથી વિનય કરવો જોઈએ. નમ્રતા ન આવે ત્યાં સુધી પોતાના દોષો જણાય નહીં. સગુરુના યોગથી તેમના ગુણો સમજાતાં પોતાના દોષો જણાય છે. દોષ દેખાય ત્યારે તે કાઢવાનો પ્રયત્ન કરે. કાંટો ખૂંચે તો કાઢી નાખે તેમ. રાગદ્વેષરૂપી અનંત દોષો છે પરંતુ તેની ખબર નથી. અજ્ઞાનને લઈને નિરાંતે ઊંઘે છે. સદ્ગુરુ તેને જગાડે છે. જાગે પછી પુરુષાર્થ આદરે. પ્રભુશ્રીજી કહેતા કે જાગ્યા ત્યાંથી સવાર. સગુરુનો યોગ થયા અગાઉ પણ જીવે અવ્યક્તપણે ભગવાનને, સને જાણવાની ભાવના સેવી હોય છે; તેના ફળરૂપ મનુષ્યભવ, સત્પરુષનો જોગ વગેરે મળે છે. વળી સંસારમાં રોગ, મરણ વગેરે દુ:ખના પ્રસંગોમાં કલ્યાણ કરવાના ભાવ થાય છે, તેવામાં સારું નિમિત્ત મળી જાય તો આત્મા બળવાન થઈ આગળ વધે, પરંતુ તેનું નિમિત્ત ન બને તો ફરી બીજા પ્રસંગો લગ્ન વગેરેના આવતાં આવેલો વૈરાગ્ય તદન જતો રહે છે, ભુલાઈ જાય છે. કેટલાક લોકો વૈરાગ્યની ધૂનમાં જંગલમાં કે હિમાલય જેવા પર્વતની ગુફામાં જતા રહી એકાંત સેવે છે, પરંતુ ત્યાં પણ પરિણામ બદલાતાં ગમે તે વસ્તુમાં ફરી આસક્ત થઈ