________________
૨૧
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય જાય છે. જેમકે ભરતજી યોગ સાઘતાં હરણીના બચ્ચામાં મોહ પામી બંધાયા. આત્મપ્રાપ્તિ માટે તીવ્ર ભાવ થયો હોય તે વખતે સદ્ગુરુ મળે ને ઉપદેશ ગ્રહણ કરે તો વૈરાગ્ય વધે. સત્પરુષનો યોગ થયો, બોઘ મળ્યો, તો પછી સ્વચ્છેદ મૂકવો જોઈએ. બીજી બઘી ઇચ્છાઓ છોડીને સદ્ગુરુને શરણે રહેવું જોઈએ. પોતાના દોષ ઓળખી દૂર કરીને પાત્રતા લાવવી જોઈએ. પોતાના દોષ જુએ નહીં અને અન્યના દોષો જોવામાં ખોટી થાય તો મળેલો યોગ વૃથા જાય. માટે સત્સંગમાં પોતાના દોષ કાઢવા કમર કસવી જોઈએ. આત્મા પામવા માટે લગની લાગે, સદ્ગુરુની આજ્ઞાએ વર્તાય અને પોતાના દોષો દૂર કરવામાં પુરુષાર્થ થાય તો આત્મપ્રાપ્તિ થાય. તરવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવો યોગ મહા દુર્લભ છે તે વૃથા ગયો તો ફરી મળવો મુશ્કેલ છે.
અઘમાઘમ અઘિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય ? ૧૯
જીવ પોતાના દોષો વિચારે, અભિમાન મૂકે તો પુરુષાર્થ કરી શકે. રાગદ્વેષ અને અજ્ઞાનને વશ સમયે સમયે અનંત કર્મ બાંધી રહ્યો છે. જગતમાં જે દોષો દેખાય છે તે બધાય મેં પરિભ્રમણ કરતાં કર્યા છે, અને હજુ નહીં ચેતાય તો અનંત પરિભ્રમણ કરવું પડશે. એક આત્મા મારો છે. છતાં પરમાં અહંન્દુ મમત્વ થઈ ગયું છે અને ગાઢ કર્મને લીઘે આત્માની અનંત શક્તિઓ અવરાઈ ગઈ છે. મારે દોષે મને બંઘન છે. તે સર્વ કર્મ બંઘનનો કર્તા હું જ અનંત કાળથી અનંત દોષોનું ઘર
૧ જુઓ પત્રસુઘા પત્ર નં. ૫૬૧