________________
૧૮
નિત્યનિયમાદિ પાઠ અથવા સત્પરુષને ઓળખાણ થવું એ જ સમકિત છે. અનંતકાળથી ભ્રમણ કરતાં છૂટવા માટે પ્રયત્નો કર્યા હશે પરંતુ તે સાચા જ્ઞાનીની આજ્ઞાએ ન થયા. જ્ઞાનીનો જોગ ક્વચિત્ થયો ત્યારે સંસાર પ્રત્યે વૈરાગ્ય ન થયો, તેથી તેમના કહ્યા પ્રમાણે ન વર્યો. પરને પોતાનું માનવારૂપ અભિમાન મુકાયું નહીં. જ્ઞાની સંત મળ્યા તેમની ગુરુ તરીકે આરાઘના કરી નહીં. સૃષ્ટિમાં જ્ઞાની તો અનંત થયા છે ને થશે તે સઘળા પૂજ્ય છે; પરંતુ જે જ્ઞાની સંત બોઘ આપી જ્ઞાન પમાડ્યું તે ગુરુ છે. તેમની સેવા સર્વાર્પણપણે આજ્ઞા-આરાઘનપૂર્વક કરવી જોઈએ, એ રીતે ગુરુસેવા મેં કરી નથી.
સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬
સદ્ગુરુની આજ્ઞા સિવાય પોતાની મેળે અથવા કુગુરુના અવલંબને જપ, તપ, શ્રાવકપણું, દીક્ષા વગેરે સાઘનો કર્યા, તે સક્રિયા હોવા છતાં સંસારમાં જ રખડાવનારી થઈ, કારણકે તેથી વિવેક એટલે સ્વપરનો ભેદ અથવા સમકિત, તેનો અંશ પણ આવ્યો નહીં. આત્મહિત શું છે? તે શી રીતે થાય ? તેની જરા પણ સમજણ પડી નહીં. મારે આ જ કરવાનું છે એવી સમજણપૂર્વકની સાચી શ્રદ્ધા ન આવી. સત્ય, અસત્ય, હિત, અહિત, કર્તવ્ય, અકર્તવ્ય વગેરેનો લેશ પણ વિવેક થયો નહીં.
સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭