________________
૧૬
નિત્યનિયમાદિ પાઠ સંસારથી મુક્ત કેમ ન થયો? કઈ ભૂલ રહી ગઈ? એ વિચારે તો પુરુષનું કહેલું માન્ય થાય. પ્રભુશ્રીજી કહેતા કે ચોખ્ખો થઈને આવ. કામઘંઘા, માન-પ્રતિષ્ઠા, ઘરકુટુંબમાં પ્રતિબંધ થઈ ગયો છે. આત્મા સિવાયની સર્વ પ્રકારની વાસના છોડવી જોઈએ. બધેથી નિવર્ત–વૈરાગ્ય પામે તો આત્મા શુદ્ધ થાય ને સમક્તિ પ્રગટે.
એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩
સંસારથી તરવા માટે અનેક સાઘનો છે તેમાંનાં મુખ્ય ઉપરની ગાથાઓમાં વર્ણવ્યાં છે. આ સાઘનો રોજ વિચારી આરાઘવાનાં છે. સંસારમાં જીવને બંધાવાનાં કારણો અનેક છે તેમ છૂટવાનાં ઉપાયો પણ અનેક છે. જે જીવો મોક્ષે ગયા છે તે આ સાઘનો આરાઘીને મુક્ત થયા છે. પરંતુ મારાથી તો હજુ એક પણ સાઘન યથાર્થ રીતે થયું નથી. વળી આત્માના અનંત ગુણો છે તે કર્મને લઈને અવરાઈ ગયા છે. જ્યાં સુઘી મિથ્યાત્વ ટળીને સમકિત-આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સત્—આત્માનો ખરો ગુણ એકે પ્રગટ્યો ન કહેવાય. દયા, શાંતિ, ક્ષમા વગેરેને તો હજુ ઓળખ્યા પણ નથી. મિથ્યાત્વ અવસ્થાના ગુણો પણ પરિભ્રમણનાં કારણ છે તેથી પાપરૂપ જ છે, અવગુણ છે. એમ મારામાં પાત્રતા નથી તેથી હે ભગવાન ! આપની સન્મુખ આવતાં પણ શરમાઉં છું. મારામાં એક ગુણ નથી અને આપ સર્વગુણસંપન્ન છો તો આપની સન્મુખ આવવાની ધૃષ્ટતા શી રીતે કરું ?