________________
૧૫
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય ભરીને દાણા આપ્યા. આથી શેઠે તેને ઘરની તિજોરી સોંપી. જેણે દાણા સાચવી રાખ્યા હતા તેને ઘરની બીજી દેખરેખ સોંપી. જે ખાઈ ગઈ હતી તેને રસોડાનું કામ સોંપ્યું. અને જેણે દાણા ફેંકી દીધા હતા તેને સાફસૂફ કરવાનું કામ સોંપ્યું. આ પરથી સમજવાનું કે પુરુષ પાસેથી આત્માની વાત મળી હોય તેને વિસારી ન મૂકતાં સંઘરવી અને જેટલો બને તેટલો પુરુષાર્થ કરી આત્મારૂપી ઘર્મવૃક્ષને વર્ધમાન કરવું.
પ્રથમ સમકિત–શ્રદ્ધા થાય પછી સ્વઘર્મસંચય થઈ શકે. સત્પરુષ દ્વારા મળેલી આજ્ઞા આરાઘે તો તે સમકિત થવાનું બળવાન કારણ છે. શાસ્ત્રમાં ઘર્મ ચાર પ્રકારે કહ્યો છે. (૧) અહિંસા ઘર્મ (૨) સ્વરૂપ-ચિંતવનરૂપ ઘર્મ (૩) રત્નત્રય એટલે જ્ઞાનદર્શનચારિત્રરૂપ ઘર્મ (૪) ક્ષમા આદિ દશ લક્ષણરૂપ ઘર્મ. આ પ્રમાણે સમજીને ઘર્મ આરાધે તેથી આત્માનું સ્વરૂપ સમજાય અને આત્માના ગુણો દયા, શાંતિ, સમતા, ક્ષમા આદિ છે, તે પ્રગટ થાય. એ રીતે આત્મઘર્મની વૃદ્ધિ થતાં સંસારની વાસના દૂર થાય ત્યારે સંસારના પદાર્થોથી નિવર્તે.
પરંતુ જ્ઞાની ન મળે ત્યાં સુધી ખરો ઘર્મ શું તે સમજાતું નથી. લૌકિક રીતે અનેક માન્યતાઓ થઈ ગઈ હોય છે. જપ તપ વગેરે ઘણું કરે અને માને કે હું ઘર્મ કરું છું, પરંતુ ત્યાં વાસના સંસારની હોય તેથી સંસારની જ વૃદ્ધિ કરે. લૌકિક વિચારો ત્યાગીને સપુરુષની વાત પર લક્ષ આપે તે આત્માનો લક્ષ થાય. જગતમાં ઘર્મ ઘણા કરે છે, પરંતુ ત્યાં જ્ઞાન કેમ થતું નથી? પોતે પણ અત્યાર સુઘી ઘર્મ અનેક રીતે કર્યો હશે છતાં