________________
શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪
છતાં હું તમારી સમક્ષ ઊભો રહેવાની હિમ્મત કરું છું કારણકે તમે સાક્ષાત્ કરુણારૂપ છો, દીન-રાંકના બંધુ છો, નાથ છો. જે નમ્ર ગરીબ થઈને શરણે આવે તેને તમે વિના વિલંબે સહાય કરો છો. તો હે પ્રભુ! હું મહા પાપી ને અત્યંત નિરાધાર છું. સંસારમાં આપના સિવાય મારું કોઈ નથી. અનાદિ કાળથી સંસારરૂપી કૂવામાં હું પડ્યો છું. તેમાંથી બહાર કાઢવા મારા પર કૃપાદ્રષ્ટિ કરો. અથવા “ગ્રહો પ્રભુજી હાથ' એટલે આપના બોઘરૂપી હાથથી મને તારો. સત્યરુષના બોઘનું અવલંબન પકડી રાખે તો વિષયવિકાર અને પાપોથી જીવ પાછો વળે. તેને વિચાર આવે કે આ તો બંઘનનાં કારણો છે ને મારે તો મોક્ષે જવું છે. પુરુષ કરુણાને લઈને બોઘ કરે છે. તેમાંનો એક શબ્દ પણ પકડાશે તો સંસારથી બચાશે. જ્ઞાનીનાં વચનો એવાં બળવાળાં હોય છે કે પચ્ચીસ વર્ષ શાસ્ત્રાભ્યાસ કરતાં ન સમજાય તે સત્પરુષના યોગથી થોડા વખતમાં પ્રાપ્ત થાય !
અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫
આ દુઃખરૂપ સંસારમાં અજ્ઞાનપણે હું ક્યારથી આથડું છું? તેનો વિચાર કરતાં કંઈ છેડો હાથ લાગતો નથી અર્થાતુ અનાદિકાળથી એ જ સ્થિતિમાં છું ! કર્મને આધીન જન્મમરણ કરું છું. હે ભગવાન હું પરાધીનપણે સંસારમાં રખડી દુઃખી દુઃખી થઈ રહ્યો છું પરંતુ મને સનું ભાન થયું નથી. સંત