________________
છે? પધારતા તેમનું સન્માન-સત્કાર કેટલે કરે છે અને તમારા મનને કેટલે આનંદ આવે છે? જે વ્યક્તિ પ્રજા પાસેથી કર લે છે, વળી માંસાહારી છે, છતાં તમે તેનું ઉજળે દિલે સ્વાગત કરે છે તે ત્રિલોકીનાથ ભગવાનને માટે કેટલી તૈયારી કરવી પડે? હૃદયની શુદ્ધિ વિના પરમેશ્વરની પધરામણું શક્ય નથી. વ્યાખ્યાન સાંભળે છે, માળા ફેર છો, પણ મન કયાં હોય છે? મન તે આડતિયા સાથે વાત કરતું હોય છે. નવકારવાળી હાથમાં લીધી એટલે પંચપરમેઠીને પરોક્ષ મળવા માટેનું રીસીવર હાથમાં લીધું. ફોન લીધા પછી મન અવ્યવસ્થિત હશે તે બરાબર વાર્તાલાપ થઈ શકશે નહિ. વેપાર કરે હેય પણ આડતિયાને રૂબરૂ મળી શકે તેમ ન હે તે ફોન દ્વારા તેમની સાથે વાત કરો છો તે સમયે ચિત્તની એકાગ્રતા બરાબર હોય છે કે બીજા વિચારોમાં ભમતું હોય છે?
આજે માનવ પૈસા માટે તે પૂરેપૂરે સાવધાન અને જાગૃત છે, પણ પરમેશ્વરનું ધ્યાન ધરવા બેસશે તે મનની સ્થિતિ ડામાડોળ થઈ જશે. કારણ તેમાં જે રૂચિ-પ્રીતિ જોઈએ તે નથી, જાપ કરવાથી જંપ વળે, શાંતિ મળે, ત્યાગની ભાવના વિકાસ પામે. તમે નવ લાખ મંત્ર જાપ કરે છે. માળા ફેરવે છે તે પણ શાંતિ મળતી નથી, તેનું કારણ શું? નવકાર મંત્ર ભાવથી બોલતા નથી. નવકાર મંત્ર પ્રથમ મંગલ છે. છતાં ગાયને અને કુંવારિકાને મંગળ ગણે છે. તમે બાહ્ય મંગળમાં પડી ગયા છે. નવકાર મંત્રને ગણના કદી ભૂખ્યો ન હોય, ડોકટરે હાથ ખંખેરી નાખ્યા હોય છતાં નવકાર મંત્રના પ્રભાવે સારા થાય છે, એવા અનેક દાખલાઓ આજે પણ મોજુદ છે. પણ આ સર્વશ્રેષ્ઠ મંત્ર પર પૂર્ણ શ્રદ્ધા હેવી જોઈએ શ્રદ્ધા વિના જીવ ખુવાર થાય છે.
માળા તે મનકી ભલી, ઔર કાષ્ટકા પાર,
જે માળામાં ગુણ હોય તે શીદ વેચે મણિયારા; માળા તે કરમાં ફરે, મુખમાં ફરે છભાય,
મનડાં ચૌદિશ ફરે એસ સ્મરણ થાય.” હાથમાં માળા ફરે છે પણ મન કયાંય ભમતું હોય છે. પ્રભુની સાથે જ જોડાણ થવું જોઈએ એ થતું નથી. એમાં માળા બિચારી શું કરે? અંદર એકાગ્ર થવું જોઈએ. મન ઇન્દ્રિયે સર્વ સાધનામાં એકતાર બની જાય છે, જ્યારે આત્મસ્વરૂપને પાસવાની તાલાવેલી જાગે છે ત્યારે જગતના પદાર્થો અશાશ્વત છે એવી અનિત્ય ભાવનાના શેર આગળ વધનાર સ્વરૂપને પામી જાય છે.
“દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય વેગે વયા,
છાંડી રાજ સમાજને ભરતજી કેવળજ્ઞાની થયા.” ભરત ચક્રવતી શણગાર સજવા અરીસા ભવનમાં ગયા. જેને ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ રથ, ૯૬ કોડ પાયદળ તેમજ છ ખંડનું રાજય સર્વ સુખ