________________
જેલમાં બેસાડવામાં આવ્યા. શેઠ બેઠેલા છે, પણ જરાય ચિંતા નથી. છુટવા માટેના પ્રયત્ન કરતા નથી. પણ ત્યાં વિચારે છે. મારે નિયમ છે બે વખત પ્રતિક્રમણ કરવાને, તે અહીં કેમ પળાશે? ચોકીદારને બેલાવી કહે છે. મને જે બે ટાઈમ પ્રતિક્રમણ માટે તું સગવડ કરાવી આપીશ તે હું તને રોજ બે સોનામહોર આપીશ. ચેકીદાર શેઠની ઈચ્છા મુજબ બધી સગવડ કરી આપે છે. શેઠની મુદત પુરી થઈ જાય છે. શેઠને જેલમાંથી મુક્તિ મળે છે, ત્યારે શેઠ ચોકીદાર પર ખૂબ જ પ્રસન્ન થાય છે. અને સેનામહે ૨ ગણીને રોકીદારના હાથમાં મૂકતા કહે છે, આ હું તને લાંચ નથી આપતું, પણ તે મને જે પ્રતિક્રમણ કરવાની સગવડ કરી આપી તેથી હું પ્રેમથી ભેટ આપું છું. જેસર વિચારે છે કે આ શેઠનું જીવન કેવું સુંદર છે! કેવા ધમી છે, તેના જીવન બાગમાં કેવી સદ્દગુણની સુવાસ મહેંકી રહી છે. આ શેઠ કદિ પણ છેટું કાર્ય કરે જ નહિ છતાં તેણે પકડયા હશે? જેનું જીવન ધર્મના રંગે રંગાયેલું છે, એની કેવી સુંદર છાપ પડે છે. તે આ અનાદિ કાળની જેલમાંથી મુક્ત થવા તમે શું કરશે? તમારે જીવન સુધારવું છે? તે સુધારવા માટેના પ્રયત્ન કરે. ધર્મનું આચરણ કરે. ધર્મ રૂપી બગીચામાં રમો. જે ધર્મ રૂપી બગીચામાં રમે છે તેના પાપ-તાપ-સંતાપ અને પરિતાપ ટળી જાય છે. તેને શાંતિ પ્રાપ્ત થાય છે. ધર્મમાં રસ લેશે તે તમારું કલ્યાણ થશે.
વ્યાખ્યાન નં. ૬ અષાડ વદ ૭ ને બુધવાર તા. ૧૪-૭-૭૧
સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. તે કાળે અને તે સમયે દ્વારિકા નામની નગરી હતી. તેને સેનાને ગઢ અને મણિરત્નનાં કાંગરા હતા. જોતાં જોતાં આંખને થાક ન લાગે તેવી સુંદર જેવા ગ્ય નગરી દેએ રચેલી હતી.
જીવન નગરીને રમણિય-સુંદર બનાવવા માટે સત્સંગની ખાસ જરૂર છે. મેં તે સત સંગ સાવરણે વિકારે વાળ્યા, નાથ મનના મંદિરીયામાં આસન ઢાળ્યા
ધરી બેઠી છું કયારનું ધ્યાન.આ આંગણિયે.” ભગવાનની પધરામણી મને મંદિરમાં કરવી હોય તે પ્રથમ હદયને શુદ્ધ બનાવવું પડે, દુષ્ટ વૃત્તિઓ અને વિકારોથી મુક્ત બને તે જ હૃદય શુદ્ધ અને નિર્મળ બને. પ્રાઈમ મિનિસ્ટર (rime Minister) પધારવાના હેાય તે પૂર્વ તૈયારીઓ કેટલી કરે