________________
૧૦.
લલિતવિક્તા ભાગ-૧
વ્યાખ્યાયમાલપણું છે. કર્તાનું ચૈત્યવંદન સૂત્રની વૃત્તિ રચતારવું, તેવા પ્રકારના સત્વોનો અનુગ્રહ આ ગ્રંથથી ચૈત્યવંદન સૂત્રો પારમાર્થિક બોધ થાય તેવા પ્રકારના જીવોનો ઉપકાર, અનંતર પ્રયોજન છે. અને શોતાનું તેના અર્થનો અધિગમ છે=ચૈત્યવંદન સૂત્રના અર્થનો બોધ અનંતર પ્રયોજન છે; વળી, પરંપર પ્રયોજન બંનેનું પણ કર્યા અને શ્રોતા એ બંનેનું પણ, તોયસનો લાભ છે=મોક્ષની પ્રાપ્તિ છે.
અભિધાન-અભિધેયના લક્ષણવાળો અથવા વ્યાખ્યાન-વ્યાન્વેયના લક્ષણવાળો સંબંધ જાણવો. અર્થાત્ ચત્યવંદન સૂત્રનો અર્થ અભિધેય છે અને તે અભિધેયનું અભિધાન કરનારા પ્રસ્તુત ગ્રંથનાં વચનો છે એ રૂપ અભિધાન-અભિધેય સ્વરૂપ સંબંધ પ્રસ્તુત ગ્રંથ અને પ્રસ્તુત ગ્રંથથી વાચ્ય એવા અર્થ વચ્ચે છે, અથવા ચૈત્યવંદન સૂત્રનો અર્થ વ્યાખ્યું છે અને તે વ્યાખ્યયનું વ્યાખ્યાન કરનાર પ્રસ્તુત ગ્રંથનાં વચનો છે એ રૂપ વ્યાખ્યાન-વ્યાખ્યય સ્વરૂપ સંબંધ પ્રસ્તુત ગ્રંથ અને પ્રસ્તુત ગ્રંથથી વાચ્ય એવા અર્થ વચ્ચે છે.
ત્તિ=લલિતવિસ્તરા વૃત્તિમાં રહેલો “તિ' શબ્દ, મંગલાદિની નિરૂપણાની સમાપ્તિના અર્થવાળો છે=મંગલાદિ ચારનું નિરૂપણ અને પ્રસ્તુત ગ્રંથરચનાનો પોતાનો પરિશ્રમ સફળ છે ત્યાં સુધીના કથનની સમાપ્તિના અર્થવાળો છે. I-જા ભાવાર્થ :
શ્લોક-રમાં ગ્રંથકારશ્રીએ કહેલ કે ચૈત્યવંદન સૂત્રની સંપૂર્ણ વ્યાખ્યા કરવા માટે પોતે સમર્થ નથી, તોપણ ગુરુ પાસેથી મેં ચૈત્યવંદન સૂત્રનો જેટલો અર્થનો પ્રકાર જાણ્યો છે તેટલા અર્થના પ્રકારને અલ્પમતિવાળો હું કહું છું. વળી, ગ્રંથકારશ્રી કહે છે કે કર્મના વશથી જેઓ મારાથી પણ જડબુદ્ધિવાળા છે, તેમના હિત માટે કહેતા મારો પરિશ્રમ સફળ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કેટલાક શ્રોતા ગુરુથી અધિક બુદ્ધિવાળા હોય છે, તો કેટલાક શ્રોતા ગુરુની સમાન બુદ્ધિવાળા હોય છે, તો કેટલાક શ્રોતા ગુરુથી પણ અલ્પબુદ્ધિવાળા હોય છે અને ગ્રંથકારશ્રી ગુરુ કરતાં અલ્પબુદ્ધિવાળા છે; કેમ કે તેમના ગુરુ તેઓથી વિશેષ જાણનારા હતા.
વળી, ગુરુ સૂત્રના જેટલા અર્થ જાણતા હોય તેનાથી અધિક અર્થ ગુરુથી અધિક બુદ્ધિવાળા શ્રોતા જાણી શકે છે, અને કેટલાક શ્રોતાને ગુરુ કરતાં પણ અધિક અર્થ પ્રાપ્ત થાય છે, તેમાં ગ્રંથકારશ્રી દષ્ટાંત બતાવે છે
જેમ ધ્યામલ દીપથી પણ સ્વહેતુને કારણે નિર્મલ દીપ થાય છે, અર્થાત્ ઝાંખા દીવામાંથી પણ સુંદર વાટવાળો અધિક નિર્મલ દીવો પ્રગટ થઈ શકે છે, તેની જેમ કેટલાક નિર્મળબુદ્ધિવાળા શ્રોતા ગુરુ જે શાસ્ત્રના પદાર્થોનું નિરૂપણ કરતા હોય તેનાથી, તે પદાર્થોનો ગુરુને જે મર્મસ્પર્શી બોધ હોય તેના કરતાં પણ અધિક મર્મસ્પર્શી બોધ કરી શકે છે.