________________
૧૮૮
લલિતવિર ભાગ-
ભગવાનને પુરુષસિંહ ઉપમા આપવી ઉચિત નથી તેમ તે વાદીઓ કહે છે.
વસ્તુતઃ શુભભાવનું પ્રવર્તક અને અશુભભાવનું નિવર્તક વચન સત્ય હોય કે અસત્ય હોય તોપણ નિશ્ચયથી સત્ય છે, જેમ ભગવાનને સિંહની ઉપમા આપી તેથી સિંહ જેમ શત્રુનો નાશ કરવામાં શૂરવીર હોય તેમ અંતરંગ શત્રુનો નાશ કરવામાં ભગવાન શૂરવીર છે, તે પ્રકારે ભગવાનના વાસ્તવિક સ્વરૂપનો બોધ થવાથી ભગવાન પ્રત્યે જે ભક્તિ થાય છે તે રૂપ શુભભાવનો પ્રવર્તક પુરુષસિંહ શબ્દ છે, તેથી ભગવાન પશુ જેવા નથી એ અપેક્ષાએ તે વચન અસત્ય હોવા છતાં તે વચન શુભભાવનું પ્રવર્તક હોવાને કારણે નિશ્ચયથી સત્ય વચન છે, તેનો અપલાપ કરનારા સંતવાદીઓ છે, તેના નિરાસ માટે સૂત્રમાં ભગવાનને પુરુષસિંહની ઉપમા દ્વારા ઓળખાવ્યા છે, જેથી યોગ્ય જીવને બોધ થાય કે માત્ર બાહ્ય પદાર્થ જેવો હોય તેવું જ કહેવું તે સત્ય વચન છે તેમ નથી, પરંતુ જે વચનથી શુભભાવ થતો હોય અને અશુભભાવનું નિવર્તન થતું હોય તેવું વચન હિતકારી હોવાથી સત્ય વચન જ છે; કેમ કે સત્ય વચન બોલવાનું પ્રયોજન મૃષાવચન બોલીને થતા સંક્લેશનો પરિહાર કરવાનું છે, આથી કોઈક લાભના પ્રયોજનથી બોલાયેલું મૃષાવચન પણ સંક્લેશના પરિહારનું કારણ બનતું હોય તો તે વચન સત્ય જ છે અને બાહ્યથી પદાર્થ જેવો હોય તેવું સત્ય વચન પણ કોઈના અહિતનું કારણ થતું હોય તો તે વચન મૃષા જ છે તેમ ભગવાનને સિંહ જેવા કહેવાથી ભગવાન પશુરૂપે સિંહ જેવા નથી તો પણ તેના દ્વારા ભગવાનના વાસ્તવિક સ્વરૂપનો બોધ થતો હોવાથી તે પ્રકારે ઉપમા દ્વારા ભગવાનના સ્વરૂપનો બોધ કરાવવો ઉચિત છે એ બતાવવા અર્થે કહે છે – સૂત્રઃ
રિસરીતામાં પાછા સૂત્રાર્થ -
ભગવાન સિંહની જેમ અંતરંગ શત્રુનો નાશ કરવામાં સમર્થ હોવાથી પુરુષરૂપ સિંહ છે, પુરુષરૂપ સિહ એવા ભગવાનને નમસ્કાર થાઓ. IIછા. લલિતવિસ્તરા -
पुरुषाः प्राग्व्यावर्णितनिरुक्ताः, ते सिंहा इव प्रधानशौर्यादिगुणभावेन ख्याताः पुरुषसिंहाः, ख्याताश्च कर्मशत्रून् प्रति शूरतया, तदुच्छेदनं प्रति क्रौर्येण, क्रोधादीन् प्रति त्वसहनतया, रागादीन् प्रति वीर्ययोगेन, तपःकर्म प्रति वीरतया, अवज्ञैषां परीषहेषु, न भयमुपसर्गेषु, न चिन्तापीन्द्रियवर्गे, न खेदः संयमाध्वनि, निष्पकम्पता सद्ध्यान इति। લલિતવિસ્તરાર્થ:પૂર્વમાં વ્યાવર્ણિત વ્યુત્પત્તિવાળા પુરુષો છે પુરિસરમાણ પદના વર્ણનમાં વર્ણન કરાયેલી વ્યુત્પત્તિ