________________
૨૦૪
લલિતવિસ્તર ભાગ-૧ તેની=વસ્તુત્વની, અસિદ્ધિ છે અર્થાત્ આ કથનથી અનુમાનનો આકાર આ પ્રમાણે પ્રાપ્ત થાય, જીવાદિ વસ્તુ પણ છે, એક-અનેક સ્વભાવ સાધ્ય છે અને અન્યથા તતત્વની અસિદ્ધિ હોવાથી એ હેતુ છે, તેથી એ પ્રાપ્ત થાય કે વસ્તુને એક-અનેક સ્વભાવવાળી ન સ્વીકારવામાં આવે તો વસ્તુના વસ્તુત્વની અસિદ્ધિ થાય અને વસ્તુ છે માટે વસ્તુ એક-અનેક સ્વભાવવાળી છે અર્થાત્ દ્રવ્યરૂપે એક છે અને પર્યાયરૂપે અનેક છે..
આના ભાવ માટે જ–વસ્તુને એક-અનેક સ્વભાવવાળી સ્વીકાર્યા વગર વસ્તુત્વની અસિદ્ધિ છે એના ભાવ માટે જ, કહે છે=લલિતવિસ્તરામાં કહે છે –
સત્વ-અમૂર્તત્વ-ચેતનત્યાદિ ધર્મરહિત વસ્તુના જીવતાદિનો અયોગ છે એમ અવય છે, સત્વનો અર્થ સ્પષ્ટ કરે છે – સત પ્રત્યયતા અભિધાનનું કારીપણું સત્વ છે=વસ્તુને જોઈને આ છે એ પ્રકારની પ્રતીતિ કરાવનાર જે ધર્મ વસ્તુમાં છે તે ધર્મ સત્વ છે, અમૂર્તત્વ=પાદિ રહિતપણું, ચેતનત્વ=ચૈતન્યવાનપણું, ‘ગારિ' શબ્દથી=લલિતવિસ્તરામાં “સત્તાકૂર્તત્વવેતનત્વાદિમાં રહેલા ગરિ શબ્દથી, પ્રમેયત્વ પ્રદેશત્વ આદિ અનેક ધર્મોનું ગ્રહણ છે, તેનાથી=સત્યાદિ અનેક ધર્મોથી, રહિતના= અવિશિષ્ટકૃત વસ્તુના, જીવતાદિનો અયોગ છે પરસ્પર વિભિન્ન એવા જીવત્યાદિ ચિત્રરૂપનો અભાવ છે, આ વ્યાયમુદ્રા યુક્તિની મર્યાદા વર્તે છે; કેમ કે પ્રજ્ઞાધન એવા પણ પર વડે તર્ક કરવામાં કુશળ બુદ્ધિવાળા પણ એકાંતવાદીઓ વડે, ઉલ્લંઘન કરવા માટે અશક્યપણું છે=સત્યાદિ ધર્મથી રહિત વસ્તુના જીવતાદિનો અયોગ છે એ પ્રકારની ન્યાયમુદ્રાને ઉલ્લંઘન કરી શકે તેમ નથી.
નનુ'થી શંકા કરે છે – અમૂર્તતાદિના સત્વરૂપનો અતિક્રમ હોવાથી કેવી રીતે વિધમાન સત્વ હોતે છતે જીવવાદિતો અયોગ છે? અર્થાત વિદ્યમાન સત્વ હોતે છતે જીવવાદિનો અયોગ સ્વીકારી શકાય નહિ એ પ્રકારની આશંકા કરીને કહે છે=લલિતવિસ્તરામાં કહે છે –
સત્વ જ શુદ્ધ સંગ્રહ તથ અભિમત સતામાત્ર જ, અમૂર્તવાદિ જીવાદિગત અમૂર્તત્વ-ચેતતત્વ આદિ, નથી જ, કેમ=સત્વ જ અમૂર્તવાદિ કેમ નથી ? એથી હેતુ કહે છે –
સર્વત્ર=સત્વ એવા ઘટાદિમાં, તેનો પ્રસંગ છે અમૂર્તત્વ-ચેતનતાદિની પ્રાપ્તિ છે. કેમ સત્ત્વને જ અમૂત્વાદિ સ્વીકારીએ તો સર્વત્ર અમૂર્તવાદિની પ્રાપ્તિ છે? તેમાં હેતુ કહે છે – સત્ત્વનું એકરૂપપણું હોવાથી સર્વથા અવ્યતિરેકની પ્રાપ્તિ થવાથી=દરેક પદાર્થમાં સત્વની સાથે સર્વથા અમૂર્તત્વ ચેતનત્વ આદિનો અવ્યતિરેક હોવાથી, ઘટાદિમાં પણ અમૂર્તવાદિની પ્રાપ્તિ છે, જો એમ છે તેનાથી શું પ્રાપ્ત થાય? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે - અને આ રીતે સત્વમાત્ર સ્વીકાર કરાયે છતે=જગતમાં સત્વમાત્ર છે અન્ય કાંઈ નથી એમ સ્વીકાર કરાયે છતે, મૂર્તત્વઅચેતવ્ય આદિનો અભાવ થાય અને તેના અભાવમાં=ઘટાદિ વસ્તુમાં મૂર્તિત્વ અચેતવ્ય આદિના અભાવમાં, તેનું પ્રતિપક્ષરૂપપણું હોવાથી અમૂર્તવાદિનો પણ અભાવ પ્રાપ્ત થાય અને તે રીતે પદાર્થમાં સત્વથી અતિરિક્ત મૂર્તત્વ અચેતનત્વ અને તેના પ્રતિપક્ષભૂત અમૂર્તવાદિનો પણ અભાવ સિદ્ધ