________________
લલિતવિસ્તરા ભાગ-૧
૨૮
જીવો ભગવાનના પ્રદીપરૂપ પ્રકાશ માટે અયોગ્ય છે, તેથી તેઓને ભગવાન પ્રકાશક થતા નથી, માટે ભગવાન મહાન નથી તેમ કહેવું ઉચિત નથી, પરંતુ જેઓમાં તત્ત્વના બોધને અનુકૂળ લેશ પણ શક્તિ છે તેઓને ભગવાન અવશ્ય તત્ત્વનો બોધ કરાવે છે તે અપેક્ષાએ જ ભગવાનનું મહાનપણું છે. વળી, આ કથનને જ પુષ્ટ કરવા માટે અન્ય યુક્તિ આપે છે
જો અંધતુલ્ય જીવો માટે ભગવાન પ્રદીપ નથી એમ કહેવાથી ભગવાન મહાન નથી તેમ સિદ્ધ થતું હોય તો અચેતન એવા ધર્માસ્તિકાય આદિને ચેતન કરવા ભગવાન સમર્થ નથી, માટે પણ ભગવાન મહાન નથી તેમ કહેવાનો પ્રસંગ આવે અને તે પ્રસંગના નિવારણ માટે એમ કહેવામાં આવે કે “ભગવાન જડને ચેતન ક૨વા સમર્થ છે અને ચેતનને જડ કરવા પણ સમર્થ છે; કેમ કે સર્વ શક્તિમાન છે” તો ભગવાન પોતાના આત્મામાં પણ અન્યના મહામિથ્યાદ્દષ્ટિ આદિ દોષો ક૨વા સમર્થ છે, તેમ સ્વીકારવાની આપત્તિ આવે, તેથી ક્યારેક જેમ જડને ચેતન કરે તેમ ક્યારેક અન્યના મહામિથ્યાદષ્ટિ આદિ દોષો પોતાનામાં પ્રગટ કરે તેમ માનવાનો પ્રસંગ આવે, માટે એમ જ માનવું જોઈએ કે ભગવાન વસ્તુ સ્વભાવને આશ્રયીને જ ઉપકાર કરવા સમર્થ છે અને તેમ સ્વીકારવાથી જ ભગવાનનું મહાનપણું છે, માટે યોગ્ય જીવોની અપેક્ષાએ જ ભગવાન પ્રદીપ છે તેવો અર્થ લોકપ્રદીપ શબ્દથી કરવો જોઈએ. ll૧૩
સૂત્રઃ
નોળપન્નોમાાં ।।૪।।
સૂત્રાર્થ :
લોક=ઉત્કૃષ્ટ મતિવાળા ગણધર લોક, પ્રત્યે પ્રોત કરનારા ભગવાનને નમસ્કાર થાઓ.
||૧૪||
લલિતવિસ્તરાઃ
तथा, 'लोकप्रद्योतकरेभ्यः ' । इह यद्यपि लोकशब्देन प्रक्रमाद् भव्यलोक उच्यते, 'भव्यानामालोको वचनांशुभ्योऽपि दर्शनं यस्मात् । एतेषां भवति तथा तदभावे व्यर्थ आलोकः ।।' इति वचनात्;
तथाप्यत्र लोकध्वनिनोत्कृष्टमतिः भव्यसत्त्वलोक एव गृह्यते, तत्रैव तत्त्वतः प्रद्योतकरणशीलत्वोपपत्तेः । લલિતવિસ્તરાર્થ :
અને લોકપ્રધોતકર એવા ભગવાનને નમસ્કાર થાઓ, અહીં=લોકપ્રધોતકર શબ્દમાં, જો કે લોક શબ્દથી પ્રક્રમને કારણે ભવ્યલોક કહેવાય છે; કેમ કે ભવ્યોનો આલોક છે, જે કારણથી વચનાંશુથી પણ દર્શન=ભગવાનનાં વચનોરૂપી કિરણોથી પણ દર્શન, આમને=ભવ્યલોકોને, પ્રકારે=જે પ્રમાણે વસ્તુ છે તે પ્રમાણે, થાય છે, તેના અભાવમાંયથાર્થ દર્શનના અભાવમાં, આલોક=પ્રકાશ, વ્યર્થ છે, એ પ્રકારનું વચન છે, તોપણ=પ્રક્ર્મને કારણે ભવ્યલોનું ગ્રહણ છે તોપણ, અહીં=લોગપોઅગાણું
: