________________
૨૮૨
લલિતવિસ્તરા ભાગ-૧ ફલિત થઈ શકે તે બતાવવા કહે છે – અચેતન આદિ પદાર્થોમાં આપ્ત વચનની અપેક્ષાએ જ્ઞાન થવાની યોગ્યતા છે તે યોગ્યતારૂપે જ પ્રદ્યોતન છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનરૂપ પ્રદ્યોતન ગણધરોમાં જ થાય છે અને જ્ઞાન થવાની યોગ્યતા જીવાદિ સાતે તત્ત્વોમાં છે તે યોગ્યતાને જ પ્રદ્યતન કહીએ તો અચેતનમાં પ્રદ્યોતન સંગત થાય; કેમ કે ભગવાન ગણધરોને જીવાદિ સાત તત્ત્વોનું પ્રદ્યોતન કરે છે, તે જીવાદિ સાત તત્ત્વોમાં યોગ્યતા હતી તેને જ વચન દ્વારા ભગવાને ગણધરોના જ્ઞાનના વિષયરૂપે પ્રગટ કરી.
આ રીતે ભગવાન પ્રદ્યોતક છે, ગણધરોમાં પ્રદ્યોતન થાય છે અને તે પ્રદ્યોતનના વિષયભૂત જીવાદિ સાત પદાર્થો પ્રદ્યોત્ય છે તેમ સિદ્ધ થયું, તે સર્વ કથનથી અન્ય શું ફલિત થાય તે બતાવતા ગ્રંથકારશ્રી કહે છે – સ્તવનોમાં પણ આ રીતે જ વાચકની પ્રવૃત્તિ છે યોગ્ય જીવો ભગવાનનાં ગુણગાન કરે છે ત્યારે તે શબ્દો દ્વારા ભગવાનના ગુણોનો તેઓને બોધ થાય છે, તેથી ભગવાનની સ્તવના કરીને સ્તવન કરનારા મહાત્માઓ શબ્દ દ્વારા ભગવાનના સ્વરૂપમાં જે જ્ઞાનની યોગ્યતા હતી તેને જ પ્રગટ કરે છે અર્થાત્ તેનો બોધ કરે છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન વચનો દ્વારા ગણધરોમાં પ્રદ્યોત્ય એવા જીવાદિ પદાર્થોનું પ્રદ્યોતન કરે છે તેમ ભગવાનની સ્તુતિ કરનારા જીવો પણ ભગવાનનાં ગુણગાન દ્વારા ભગવાનના સ્વરૂપનું આત્મામાં પ્રદ્યોતન કરે છે અને વ્યવહારમાં વચનપ્રયોગ દ્વારા કોઈને કોઈ પ્રકારનું કથન કરવામાં આવે ત્યારે તે જીવોને પણ તે કથનના વિષયભૂત પદાર્થોનો બોધ જ કરાવવામાં આવે છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાન કેવલજ્ઞાનથી સર્વ શેય વસ્તુને પ્રકાશન કરે છે, તેથી લોક-અલોકના પ્રદ્યોતન કરનારા ભગવાન છે તેવો વિશાળ અર્થ લોક શબ્દનો પ્રાપ્ત થાય છે; કેમ કે ભગવાન પંચાસ્તિકાયમય લોકના પ્રકાશક છે તેમ કહેવાથી ભગવાનની મહાનતાની સ્તુતિ પ્રાપ્ત થાય, તેના બદલે લોકપ્રદીપ શબ્દ દ્વારા પ્રાપ્ત થતા લોકને ગણધરમાં સીમિત કરવાથી ભગવાનની પ્રદ્યોતકરત્વ શક્તિ અલ્પ છે તેમ અભિવ્યક્ત થાય છે તે પ્રત્યપાય માટે છે=અનર્થ માટે છે; કેમ કે ભગવાન સંપૂર્ણ લોકને પ્રકાશ કરનારા હોવા છતાં માત્ર ગણધરલોકને જ પ્રઘાત કરનારા છે તેમ કહેવાથી ભગવાનની સ્તુતિ ન્યૂનતાથી થાય છે તેનું નિરાકરણ કરતાં કહે છે –
ભગવાન ગણધરોને પ્રદ્યોતન કરે છે અને જીવાદિ પદાર્થોમાં પ્રદ્યોતન કરતા નથી, પરંતુ ભગવાનના વચનથી ગણધરોને જે જ્ઞાન થાય તેના વિષયભૂત જીવાદિ તત્ત્વો પ્રદ્યોત્ય છે; કેમ કે ભગવાનના વચનથી ગણધરોને જ મૃતાવરણના ક્ષયોપશમરૂપ પ્રદ્યોતન થાય છે અને તેના વિષયભૂત જ પ્રદ્યોત્ય જીવાદિ તત્ત્વોમાં છે એમ કહેવાથી સ્તવનમાં અપુષ્કલ શબ્દનો પ્રયોગ કરવો એ અનર્થ માટે છે એમ જેઓ કહે છે તેનું નિરાકરણ થાય છે, કેમ કે સ્તવનીય એવા ભગવાનની વાસ્તવિક સ્તુતિ કરવી છે અને ભગવાન ગણધરોને જ વિશિષ્ટ બોધ કરાવવારૂપ કાર્ય કરે છે, તે બોધ કરાવવા માટે લોક શબ્દનો પ્રયોગ હોવાથી લોક શબ્દથી ગણધરોને ગ્રહણ કરવાને કારણે ન્યૂનતાની પ્રાપ્તિ નથી, પરંતુ લોકરૂઢિથી લોક શબ્દ દ્વારા