Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 304
________________ લોગપmઅગરાણ ૨૮૩ પંચાસ્તિકાયમય લોક વાચ્ય છે તે અપેક્ષાએ લોક શબ્દથી ગણધરને ગ્રહણ કરવાને કારણે અપુષ્કલત્વની પ્રાપ્તિ છે અર્થાતુ ન્યૂનત્વની પ્રાપ્તિ છે, તો પણ વાસ્તવિક ગુણોથી ભગવાનની સ્તુતિ કરવાના પ્રયોજનથી જ્યારે લોક શબ્દ દ્વારા જેને પ્રદ્યોતની પ્રાપ્તિ થતી હોય તેને જ ગ્રહણ કરીને સ્તુતિ કરવી ઉચિત કહેવાય, જેમ લોકપ્રદીપમાં પણ ભગવાન સર્વ લોકોને માટે પ્રદીપ છે તેમ ન ગ્રહણ કરતા અંધકલ્પ લોકોને છોડીને વિશિષ્ટ ભવ્ય લોકોને માટે જ ભગવાન પ્રદીપ છે તેમ કહ્યું, તે રીતે પ્રસ્તુતમાં ભગવાન ગણધરલોકને પ્રકૃષ્ટ શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ કરાવે છે તેઓને આશ્રયીને જ ભગવાનને લોકપ્રદ્યોતકર કહેવા ઉચિત છે, આ રીતે ભગવાનનું લોકપ્રદ્યોતકરપણું સિદ્ધ થયું. ll૧૪ લલિતવિસ્તરા - एवं च लोकोत्तमतया लोकनाथभावतो लोकहितत्वसिद्धेर्लोकप्रदीपभावात् लोकप्रद्योतकरत्वेन परार्थकरणात्, स्तोतव्यसम्पद एव सामान्येनोपयोगसम्पदिति ।।संपत्-४।। લલિતવિસ્તરાર્થ: ભગવાનના લોકપ્રદ્યોતકરત્વ સ્વરૂપનું વર્ણન કર્યા પછી પ્રસ્તુત લોકોત્તમ આદિ સંપદાનું નિગમન કરતાં કહે છે – અને આ રીતે=લોકોત્તમ આદિ સંપદાનું અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, લોકોતમપણું હોવાથી=ભગવાનનું લોકોત્તમપણું હોવાથી, લોકનાથનો ભાવ હોવાને કારણે=ભગવાન લોકોના નાથ હોવાને કારણે લોકહિતત્વની સિદ્ધિ હોવાથી=ભગવાનમાં લોકહિતત્વની સિદ્ધિ હોવાથી, લોકપ્રદીપ ભાવ હોવાને કારણે=લોક માટે પ્રદીપના પરિણામવાળા હોવાને કારણે, લોકપ્રદ્યોતકરપણું હોવાથી પરાર્થકરણ થવાને કારણે=પ્રસ્તુત સંપદાથી પરાર્થકરણ થવાને કારણે, સ્તોતવ્યસંપદાની જ સામાન્યથી ઉપયોગ સંપદા છે. II૧૪ll ભાવાર્થ : ચોથી સંપદાથી શું સિદ્ધ થયું તે સ્પષ્ટ કરતાં કહે છે – ભગવાન લોકોત્તમ છે તેમ કહેવાથી ભગવાનની લોકોત્તમતાનો વાસ્તવિક બોધ થાય છે, તેના દ્વારા સન્માર્ગનું સ્થાપન કરનારા હોવાથી અન્ય ભવ્યજીવો કરતાં ભગવાન લોકોત્તમ છે તેવી ઉપસ્થિતિ થાય છે, માટે ભગવાનના પરાર્થકરણની સિદ્ધિ છે, ભગવાન લોકના નાથ છે તેના દ્વારા ભગવાન યોગ્ય જીવોને યોગક્ષેમ કરીને સંસારમાં રક્ષણ કરનારા છે તેમ સિદ્ધ થાય છે, માટે ભગવાનના પરાર્થકરણની સિદ્ધિ છે, ભગવાન લોકના હિત છે તેમ કહેવાથી ભગવાન લોકોનું કઈ રીતે હિત કરે છે તેની સિદ્ધિ થાય છે, માટે ભગવાનના પરાર્થકરણની સિદ્ધિ છે, લોકપ્રદીપ એમ કહેવાથી જ્ઞાનાવરણને કારણે અંધકારથી વ્યાપ્ત લોકોને માટે ભગવાન પ્રદીપનું કાર્ય કરે છે તેમ ઉપસ્થિત થાય છે માટે ભગવાનના પરાર્થકરણની સિદ્ધિ છે, અને લોકપ્રદ્યોતકર કહેવાથી યોગ્ય જીવોમાં

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306