Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 302
________________ લોગપજોગવાય કથનમાં જીવાદિ પદાર્થોમાં પ્રદ્યોતન થતું નથી, પરંતુ ગણધરોમાં જ પ્રદ્યોતન થાય છે જેના દ્વારા' એ પ્રકારે સેનનો અર્થ જોઈએ, પાઠ ઉપલબ્ધ નથી. ભાવાર્થ પૂર્વમાં લલિતવિસ્તરામાં સ્થાપન કર્યું કે ઉત્કૃષ્ટ ચૌદપૂર્વને જાણનારા ગણધર લોકને આશ્રયીને જ ભગવાન લોકપ્રદ્યોતકર છે, તેથી એ પ્રાપ્ત થયું કે ભગવાન ગણધરોમાં ઉત્કૃષ્ટ ચૌદપૂર્વના બોધરૂપ શ્રુતાવરણના ક્ષયોપશમરૂપ પ્રદ્યોત કરે છે, તેથી ત્યાં જિજ્ઞાસા થાય કે તે પ્રદ્યોતનના વિષયભૂત પ્રદ્યોત્ય શું છે? તેને ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – જીવાદિ સાત પ્રકારનાં તત્ત્વ પ્રદ્યોત્ય છે. તેથી એ ફલિત થાય કે સામાન્યથી શ્રુત ભણનારા મહાત્માઓને જીવાદિ સાત તત્ત્વનો બોધ અતિસંક્ષેપથી હોય છે, તે જ સાત તત્ત્વનો પ્રકૃષ્ટ બોધ ગણધરોને હોય છે, તેવો પ્રકૃષ્ટ બોધ અન્ય ચૌદપૂર્વીઓને પણ નથી હોતો. સૂત્રમાં પ્રદ્યોતકર શબ્દ વાપર્યો છે, પરંતુ તેનાથી પ્રદ્યોત્ય જીવાદિ સાત તત્ત્વો છે તેમ કહેલું નથી, તોપણ સામર્થ્યથી જીવાદિ સાત તત્ત્વો પ્રદ્યોત્ય છે તેમ જણાય છે. કેમ સામર્થ્યથી જીવાદિ સાત તત્ત્વો પ્રદ્યોત્ય છે એમ જણાય છે ? તેમાં યુક્તિ બતાવે છે – તે પ્રકારનો શાબ્દન્યાય છે અર્થાત્ પ્રદ્યોતક ભગવાન છે તેમ કહેવાથી પ્રઘાતન ક્રિયાના કર્તારૂપ ભગવાન છે તેમ સિદ્ધ થયું અને ગણધરોમાં શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ પ્રદ્યોતન સિદ્ધ થયું અને તે પ્રદ્યોતનના વિષયભૂત કોઈક કર્મ છે જેનું પ્રદ્યોતન ગણધરોને થાય છે, તેથી અર્થથી જણાય છે કે ગણધરોના શ્રુતજ્ઞાનના વિષયભૂત પ્રદ્યોત્ય જીવાદિ તત્ત્વો છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે ભગવાન કેવલજ્ઞાનથી સંપૂર્ણ લોકને જોઈ રહ્યા છે, તેને જ શબ્દો દ્વારા પ્રકાશન કરે છે, તેમ સ્વીકારીએ તો જગતના સર્વ પદાર્થોના પ્રદ્યોતકર ભગવાન છે તેમ સ્વીકારી શકાશે, તેનું નિરાકરણ કરવા માટે કહે છે – પ્રદ્યોત્યત્વને છોડીને અચેતન એવા ધર્માસ્તિકાયાદિમાં પ્રદ્યોતનનો અયોગ છે, કેમ ધર્માસ્તિકાયાદિમાં પ્રદ્યોતન નથી, પરંતુ પ્રદ્યોત્યત્વ છે ? તે બતાવવા માટે કહે છે – પ્રદ્યોતન પ્રદ્યોત છે એ પ્રકારના ભાવસાધનનો અચેતનમાં અસંભવ છે. --- - આશય એ છે કે આપ્ત એવા ભગવાનના વચનથી સાધ્ય શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ જે ભાવસાધન છે=ભાવની સિદ્ધિ છે, તે ભાવપ્રદ્યોત છે; કેમ કે ક્ષયોપશમભાવના જ્ઞાનસ્વરૂપ છે અને તેવો જ્ઞાનના લયોપશમરૂપ ભાવપ્રદ્યોત અચેતન એવા ધર્માસ્તિકાયાદિમાં કઈ રીતે થઈ શકે ? અર્થાતું થઈ શકે નહિ, તેથી ભગવાન ઉપદેશરૂપ વચન દ્વારા ગણધરોમાં જ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનસ્વરૂપ ભાવપ્રદ્યોતને પ્રગટ કરે છે અને ગણધરોમાં પ્રગટ થયેલ ભાવપ્રદ્યોતનો વિષય જીવાદિ સાત તત્ત્વો છે તે પ્રદ્યોત્ય છે, આનાથી શું

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306