________________
૪
લલિતવિકતા ભાગ-૧
પ્રકૃષ્ટ હિતનું કારણ બને તેવું જ્ઞાન પ્રગટ કરે છે તેવો બોધ થાય છે, માટે ભગવાનના પરાર્થકરણની સિદ્ધિ છે, આ સર્વ દ્વારા ભગવાન બીજા જીવોના પરોપકારને કરનારા છે તેનું સ્થાપન થાય છે, તેથી ભગવાનની જે સ્તોતવ્યસંપદા હતી તેનો સામાન્યથી જીવોને કઈ રીતે ઉપયોગ થાય છે તેને કહે છે તેમ સિદ્ધ થાય છે; કેમ કે અરિહંત ભગવંત સ્તોતવ્યસંપદાથી સ્તુતિ કરાયેલા હતા અને સામાન્યથી જીવોને તેમનો ઉપયોગ આ રીતે જ થાય છે, માટે પ્રસ્તુત સંપદા સામાન્ય ઉપયોગ સંપદા છે-સંપદા- ૧૪
અનુસંધાન : લલિતવિસ્તરા ભાગ-૨