________________
લોગપોગરાણાં પ્રોતના સંપાદનનું સામર્થ છે, આ રીતે તો ગણધરોને છોડીને અન્ય જીવોને ભગવાનના વચનથી અપ્રકાશ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે ભગવાનના વચનથી સાધ્ય પ્રદ્યોતના એક દેશનો એ જીવોમાં અન્ય જીવોમાં, ભાવ છે, જેમ દિગ્દર્શક પ્રકાશનો જ પૂદિ દિશાઓમાં પૃથક પ્રવાત છે, તિ વસુતથી કરેલા કથનની સમાપ્તિ માટે છે. ભાવાર્થ :
ભગવાનના વચનથી યોગ્ય જીવોને જે બોધ થાય છે તે બોધ પ્રત્યે ભગવાનનું વચન સહકારી છે અને પૂલથી જોનારી વ્યવહારદષ્ટિથી એમ જણાય કે ભગવાનનું વચન એક જ સ્વભાવથી સહકારી થઈને ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન બોધ કરાવે છે, છતાં પરમાર્થની દૃષ્ટિએ વિચારીએ તો ભગવાનનું વચન બધા જીવોને બોધ કરવા પ્રત્યે એક જ સ્વભાવથી સહકારી નથી. તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
ભગવાનનું વચન જે સ્વભાવથી એક જીવને બોધ કરાવે છે તેના તુલ્ય જ બીજા જીવને ભગવાનના વચનથી બોધ થતો ન હોય તો તે સ્વભાવથી ભગવાનનું વચન બીજા જીવ પ્રત્યે સહકારી નથી, પરંતુ જેને જેટલો બોધ થાય છે તેના કેટલા બોધને અનુકૂળ એવો સહકારી ભાવ ભગવાનના વચનમાં ભિન્ન ભિન્ન પ્રકારનો છે, તેથી અનેક જીવોને સમાન બોધ થાય તે સર્વ જીવો પ્રત્યે ભગવાનનું વચન સમાન સ્વભાવથી સહકારી છે અને જે જીવોને હીન-અધિક બોધ થાય છે તે જીવો પ્રત્યે ભિન્ન ભિન્ન સ્વભાવથી ભગવાનનું વચન સહકારી છે; કેમ કે જો સમાન રીતે જ ભગવાનનું વચન બધાને સહકારી થતું હોય તો સમાન જ કાર્ય પ્રાપ્ત થવું જોઈએ એ પ્રમાણે નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિથી ભાવન કરવું જોઈએ અર્થાત્ કારણના ભેદપૂર્વક જ કાર્યનો ભેદ છે એ પ્રમાણે ભાવન કરવું જોઈએ, તેથી ભગવાનનું વચન જીવને બોધ કરવા પ્રત્યે સહકારી કારણ છે અને તેનાથી યોગ્ય જીવોમાં બોધને અનુકૂળ વીર્યવ્યાપાર ઉલ્લસિત થાય છે, તેથી તે તે જીવોને ભગવાનના વચનથી બોધ થાય છે અને ભગવાનનું વચન તે તે જીવના બોધ પ્રત્યે સહકારી કારણ છે, માટે સહકારી કારણમાં ભેદ ન હોય તો ભગવાનના વચનરૂપ તે સહકારી કારણ બધા જીવોને સમાન રૂપે જ બોધને અનુકૂળ વ્યાપારવાળા કરીને સમાન જ બોધ પ્રાપ્ત કરાવે, પરંતુ બધા જીવોને સમાન બોધરૂપ કાર્ય થતું નથી, તેથી ભગવાનનું વચન ભિન્ન જીવોને આશ્રયીને ભિન્ન ભિન્નરૂપે સહકારી થવાના સ્વભાવવાળું છે તેમ માનવું જોઈએ, અને જો એમ જ માનવામાં આવે કે એકરૂપ ભગવાનના વચનથી ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન બોધરૂપ કાર્ય થાય છે, તો એકરૂપ કારણથી જગતનાં સર્વ વૈચિત્ર પણ પ્રાપ્ત થઈ શકે, તેથી આ કાર્ય પ્રત્યે આ કારણ છે અન્ય નથી તે વ્યવસ્થાનો અપલાપ થાય, આ કથનને જ દઢ કરવા માટે લલિતવિસ્તરામાં કહે છે –
ઇતર-ઇતરની અપેક્ષાવાળો વસ્તુનો સ્વભાવ છે યોગ્ય જીવોને બોધરૂપ વસ્તુના સ્વભાવની અપેક્ષાએ ભગવાનના વચનમાં તે બોધને અનુકુળ કારણસ્વભાવ છે અને ભગવાનના વચનરૂપ સહકારી કારણને અનુરૂપ જ તે જીવમાં થતા બોધરૂપ કાર્યનો સ્વભાવ છે, તેથી ભગવાનના વચનના અવલંબનથી તે તે જીવોમાં તે તે પ્રકારના બોધરૂપ કાર્યની નિષ્પત્તિ થાય છે, એથી ઉત્કૃષ્ટ ચૌદપૂર્વધર લોકને જ આશ્રયીને