Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 299
________________ લલિતવિસ્તરા ભાગ-૧ ભગવાન પ્રકૃષ્ટ પ્રદ્યોતને કરનારા છે, પરંતુ અન્ય જીવોને આશ્રયીને ભગવાન તે તે પ્રકારના બોધને કરનારા હોવા છતાં ઉત્કૃષ્ટ પ્રદ્યોતને કરનારા નથી. આનાથી એ ફલિત થાય કે જેઓમાં પારમાર્થિક બોધને અનુકૂળ મંદ શક્તિ છે તેઓને પણ ભગવાનના વચનથી અતિસંક્ષેપથી બોધ થાય છે કે કેવા પ્રકારની હું પ્રવૃત્તિ કરું કે જેથી ક્રમસર મોહનો નાશ થાય અને વીતરાગતાને અનુકૂળ પોતાની નિર્મળ પરિણતિ પ્રગટે, અને તે જીવો તે બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને અંતરંગ રીતે સંસારના કા૨ણીભૂત સંગની પરિણતિને સતત ક્ષય કરે છે અને ઉત્કૃષ્ટ બોધને અનુકૂળ શક્તિવાળા ગણધરો ભગવાનના વચનથી ચૌદપૂર્વનો ઉત્કૃષ્ટ બોધ કરીને સ્વભૂમિકા અનુસાર વિશિષ્ટ યત્ન કરીને સંસારના બીજભૂત સંગની પરિણતિનો વિશેષ રીતે ક્ષય કરે છે અને જેઓને ભગવાનના વચનથી તે તે આચારોનો સ્થૂલથી બોધ થાય છે, છતાં તે આચારો દ્વારા કઈ રીતે સંગની પરિણતિનો ઉચ્છેદ ક૨વો જોઈએ, જેથી સંસારનો ક્ષય થાય તેનો લેશ પણ બોધ થતો નથી તેઓને ભગવાનનું વચન યથાર્થ બોધ પ્રત્યે સહકારી થતું નથી. લલિતવિસ્તરા ઃ प्रद्योत्यं तु सप्तप्रकारं जीवादितत्त्वम्, सामर्थ्यगम्यमेतत्, तथाशाब्दन्यायात्, अन्यथा अचेतनेषु प्रद्योतनायोगः, प्रद्योतनं प्रद्योत इति भावसाधनस्यासम्भवात्, अतो ज्ञानयोग्यतैवेह प्रद्योतनमन्यापेक्षयेति, तदेवं स्तवेष्वपि एवमेव वाचकप्रवृत्तिरिति स्थितम्, एतेन 'स्तवेऽपुष्कलशब्दः प्रत्यवायाय' इति प्रत्युक्तं, तत्त्वेनेदृशस्यापुष्कलत्वायोगात् इति लोकप्रद्योतकराः ।। १४ ।। લલિતવિસ્તરાર્થ : પ્રધોત્ય વળી, સાત પ્રકારે જીવાદિ તત્ત્વ છે એ સામર્થ્યગમ્ય છે=ભગવાનને પ્રોતકર કહ્યા એથી સાક્ષાત્ પ્રોત્ય શું છે તેનું કથન નહિ હોવા છતાં સામર્થ્યથી જીવાદિ તત્ત્વ પ્રોત્ય છે તે જણાય છે; કેમ કે તે પ્રકારનો શાબ્દન્યાય છે, અન્યથા પ્રધોતત્વને છોડીને, અચેતનોમાં પ્રદ્યોતનનો અયોગ છે; કેમ કે પ્રધોતન પ્રોત એ પ્રકારે ભાવસાધનનો અસંભવ છે=અચેતન એવા ધર્માસ્તિકાયાદિમાં અસંભવ છે, આથી=ભાવસાધન પ્રધોતનો અચેતનમાં અસંભવ છે આથી, જ્ઞાનયોગ્યતા જ=જ્ઞાન થવાની યોગ્યતા જ, અહીં=અચેતનોમાં, અન્ય અપેક્ષાથી પ્રદ્યોતન છે, તેથી આ રીતે સ્તવનોમાં પણ આ રીતે જ વાચકની પ્રવૃત્તિ છે, એ પ્રમાણે સ્થિત છે, આનાથી=ભગવાન અચેતનમાં પ્રધોત કરનારા નથી પરંતુ ગણધરોમાં જ પ્રદ્યોત કરનારા છે એનાથી, સ્તવમાં= લોગપોઅગરાણં પદથી કરાયેલા સ્તવનમાં, અપુષ્કલ શબ્દ પ્રત્યાપાય માટે છે=ભગવાનની ન્યૂનતા બતાવનાર છે, એ પ્રત્યુક્ત છે; કેમ કે તત્ત્વથી આવા પ્રકારના=પ્રધોતકર શબ્દથી ગણધર લોકનું ગ્રહણ કર્યું એવા પ્રકારના, અપુખ્તત્વનો અયોગ છે, એથી ભગવાન લોકપ્રધોતકર છે. ।।૧૪।।

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306