Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 292
________________ લોગપોઅગરાણ ભાવાર્થ: ભગવાન લોકના પ્રદ્યોતને કરનારા છે, એ પ્રકારે પ્રસ્તુત સૂત્રથી ભગવાનની સ્તુતિ કરાઈ છે, તેથી ભગવાન કયા લોકને પ્રદ્યોત કરનારા છે તે બતાવવા માટે કહે છે = ૨૭૧ પ્રસ્તુતમાં પ્રદ્યોત શબ્દથી આલોકનું ગ્રહણ છે અને આલોકનો અર્થ બોધ થાય છે, તેથી બોધને યોગ્ય જીવોનું જ પ્રક્રમથી ગ્રહણ થઈ શકે; કેમ કે બોધ કરાવવાનો પ્રક્રમ હોય ત્યારે બોધને અનુકૂળ જીવો હોય તેને જ લોક શબ્દથી ગ્રહણ કરી શકાય, અન્યને નહિ, તેથી પ્રક્રમથી ભવ્યલોકનું ગ્રહણ કરાય છે, તેમાં ગ્રંથકારશ્રી સાક્ષીવચન આપે છે તેનો અર્થ આ પ્રમાણે છે – ભવ્યજીવોને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આલોક થાય છે, અન્યને નહિ. ભગવાનના તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના ઉપદેશનું શ્રવણ કરનારા બધા જીવોને તત્ત્વનો યથાર્થ બોધ થાય અને તેના દ્વારા આત્મહિત સાધી શકે તેવો શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ થતો નથી, પરંતુ જે જીવોમાં તે પ્રકારની કંઈક નિર્મળ મતિ છે, જેથી ભગવાનના વચનના આલંબનથી પદાર્થના વાસ્તવિક દર્શનનું કારણ બને તેવો શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય છે તે બતાવવા માટે ઉદ્ધરણમાં કહ્યું કે ભવ્યજીવોને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આલોક થાય છે તે બતાવ્યા પછી એ જ કથનને પ્રથમ અન્વયથી બતાવે છે વચનથી જેઓને પ્રકાશ્ય એવા પદાર્થો જેટલા અંશમાં યથાર્થ જણાય છે તેટલા બોધથી તેઓ સ્વભૂમિકા અનુસાર મોહનો નાશ કરવા યત્ન કરે છે અને જે અંશથી ભગવાનના વચનથી પણ બોધ થતો નથી તે અંશથી મોહનાશને અનુકૂળ યત્ન કરી શકતા નથી, વળી, તે ભવ્યજીવોને જ ભગવાનના વચનથી જે અંશથી બોધ થતો નથી તેની અપેક્ષાએ તે જીવોને આશ્રયીને ભગવાનના વચનરૂપ આલોક વ્યર્થ છે; કેમ કે ભગવાનનું વચન જે જીવોને જે અંશથી બોધ કરાવતું નથી તે અંશથી ભગવાનનું તે વચન તે જીવો માટે આલોકરૂપ નથી, આ રીતે વ્યતિરેકથી બતાવીને તે સ્પષ્ટ કર્યું કે ભવ્યજીવોને જે જે અંશથી ભગવાનના વચનથી શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ થાય છે, તે તે અંશથી તેઓ આત્મહિત કરી શકે છે તે જ ભવ્યજીવોનો બોધ છે, અન્ય બોધ નથી, તેથી ઉદ્ધરણના વચનથી નક્કી થાય છે કે બોધનો પ્રક્રમ હોવાથી લોક શબ્દ દ્વારા બોધ કરી શકે તેવા જીવોનું જ ગ્રહણ થઈ શકે, અન્યનું નહિ, તોપણ લોકપ્રદ્યોતકરમાં લોક શબ્દથી ઉત્કૃષ્ટ મતિવાળા ભવ્યલોક જ ગ્રહણ કરાય છે; કેમ કે અન્ય ભવ્યજીવોને ભગવાન શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આલોક કરનાર હોવા છતાં પ્રકૃષ્ટ શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશંમરૂપ આલોકને કરનારા નથી. તેથી એ ફલિત થાય કે ભગવાનમાં વર્તતા જ્ઞાનને આશ્રયીને વિચારીએ તો ભગવાનમાં કેવલજ્ઞાનરૂપ પૂર્ણ જ્ઞાન છે, આથી જ આગળ ‘સવ્વભ્રુણં સવ્વરિસીણં'થી ભગવાનમાં વર્તતા પૂર્ણજ્ઞાનની સ્તુતિ કરાઈ છે અને લોકના બોધનું કારણ ભગવાન છે તે રૂપે સ્તુતિ કરતાં અન્ય ભવ્યજીવોને આશ્રયીને ભગવાન પ્રદીપતુલ્ય છે તે રૂપે સ્તુતિ કરી છે અને ગણધરોને આશ્રયીને ભગવાન શ્રુતજ્ઞાનના પ્રકૃષ્ટ ઘોતને કરનારા છે, તેથી જે જીવોમાં પ્રદ્યોતરૂપ કાર્ય થતું હોય તે જીવોને આશ્રયીને ભગવાનમાં પ્રદ્યોતકરણશીલત્વ છે અને પ્રદ્યોતકરણશીલત્વરૂપે ભગવાનની સ્તુતિ કરવી હોય તો તેના વિષયભૂત લોક શબ્દથી ગણધરોનું જ ગ્રહણ થઈ શકે, અન્યનું નહિ; કેમ કે ગણધરો જ વિશિષ્ટ પ્રકારની મતિવાળા છે, તેથી ભગવાનના વચનના

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306