________________
૨૭૪
લલિતવિસ્તરા ભાગ-૧ હોવા છતાં પ્રદીપતુલ્ય છે, પરંતુ પ્રઘાત કરનારા નથી, જ્યારે ઉત્કૃષ્ટ મતિવાળા ગણધરો પ્રત્યે ભગવાન પ્રદ્યોતકરણ સ્વભાવવાળા છે તેમ ફલિત થાય છે.
ચૌદપૂર્વધરોમાં પણ પરસ્પર ક્ષયોપશમનો ભેદ છે એ કથનને જ દઢ કરવા માટે કહે છે = સર્વ ચૌદપૂર્વધરોને સર્વથા પ્રકાશનો અભેદ હોય કૃતાવરણીય મતિઆવરણીય ક્ષયોપશમનો સર્વથા અભેદ હોય, તો દશ્યના બોધમાં ભેદ સંભવે નહિ અને દશ્ય એવા જીવાદિ તત્ત્વોનો બોધ ચૌદપૂર્વધરોને પણ પરસ્પર પસ્થાનના ભેદથી પ્રાપ્ત થાય છે, તેથી નક્કી થાય છે કે તેઓના ક્ષયોપશમમાં પરસ્પર ભેદ છે; કેમ ભેદ છે તે અધિક સ્પષ્ટ કરવા માટે કહે છે –
એકાંતથી એક સ્વભાવવાળો ક્ષયોપશમ અભિન્ન જ હોયતરતમતાકૃત બોધના ભેદવાળો હોઈ શકે નહિ, તેથી એક સ્વભાવવાળા પ્રકાશક એવા જ્ઞાનમાં દૃશ્યની પ્રતીતિના ભેદની કારણતા નથી અને ચૌદપૂર્વધરને પણ દશ્ય એવા જીવાદિ પદાર્થોની પ્રતીતિ કરતમતાથી અધિક-અલ્પ પ્રાપ્ત થાય છે, જો ચૌદપૂર્વધરમાં આ પ્રકારનો ભેદ છે તો સામાન્ય જીવોને આશ્રયીને ભગવાનના વચનથી થતા બોધમાં તો અવશ્ય તરતમતાની પ્રાપ્તિ થાય, માટે જ ભગવાનની સ્તુતિ લોકના પ્રદીપ અને લોકના પ્રદ્યોતકર એમ ભિન્નરૂપે કરેલ છે, જેથી ભગવાનના વચનથી હિતાનુકૂલ બોધ કરનારા સર્વ જીવોનો સંગ્રહ થાય છે અને લોકપ્રદ્યોતકર દ્વારા માત્ર પ્રકૃષ્ટ બોધ કરનારા જીવોનો જ સંગ્રહ થાય છે. લલિતવિસ્તરા -
स हि येन स्वभावेनैकस्य सहकारी, तत्तुल्यमेव दर्शनमकुर्वन्, न तेनैवापरस्य तत्तत्त्वविरोधादिति भावनीयम्, इतरेतरापेक्षो हि वस्तुस्वभावः, तदायत्ता च फलसिद्धिः, इति उत्कृष्टचतुर्दशपूर्वविल्लोकमेवाधिकृत्य प्रद्योतकरा इति लोकप्रद्योतकराः। લલિતવિસ્તરાર્થ:
તે=ભગવાનના વચનથી થયેલો મૃતાવરણ આદિના ક્ષયોપશમરૂપ પ્રકાશ, જે સ્વભાવથી એક ચૌદપૂર્વધર આદિને સહકારી છે તેના તુલ્ય જ=પ્રથમના બોધવાળા તુલ્ય જ, દર્શનને નહિ કરતો એવો પ્રકાશ=બીજાને બોધ નહિ કરતો એવો પ્રકાશ, તેના વડે જ=પ્રથમ દ્રષ્ટાના સહકારી સ્વભાવ વડે જ, અપરને સહકારી નથી; કેમ કે તત્ તત્ત્વનો વિરોધ છેકસમાન સહકારી તત્વનો વિરોધ છે, એ પ્રમાણે ભાવન કરવું, દિ=જે કારણથી, ઇતરેતર અપેક્ષાવાળો વસ્તુ સ્વભાવ છે અને તેને આયતાઃતેને આધીન, ફ્લેસિદ્ધિ છે, એથી ઉત્કૃષ્ટ ચૌદપૂર્વના જાણનારા લોકને જ આશ્રયીને પ્રધોતકર છે, એથી ભગવાન લોકપધોતકર છે. પંજિકા -
एतदेव भावयति