________________
લોગપો ગણાં
અર્થને, સમર્થન કરતાં કહે છે ચકાર પૂર્વોક્ત અર્થના ભાવનવાળો છે=અત્યાર સુધી કથન કર્યું કે પ્રક્રમથી ભવ્યલોકનું ગ્રહણ હોવા છતાં લોકપ્રદ્યોતકરમાં રહેલા લોક શબ્દથી વિશિષ્ટ મતિવાળા ભવ્યલોકનું જ ગ્રહણ છે એ રૂપ પૂર્વમાં કહેલા અર્થના ભાવનના અર્થવાળો છે, ચૌદપૂર્વધરોના પણ સ્વસ્થાનમાં=ચતુર્દશપૂર્વલબ્ધિરૂપ સ્વસ્થાનમાં, મહાન=બૃહત્=મોટો, દર્શનનો ભેદ=દ્દેશ્યની પ્રતીતિવિશેષ, છે=વર્તે છે, તેનાથી ઇતરોનો=ચૌદપૂર્વધરોથી ઇતરોનો, દર્શનભેદ તો દૂર રહો એ ઋષિ શબ્દનો અર્થ છે=ચતુર્વાશપૂર્વવિવાપિમાં રહેલા અવિ શબ્દનો અર્થ છે.
-
કયા કારણથી ચૌદપૂર્વધરોમાં પણ દર્શનભેદ છે ? એથી કહે છે
તેઓને પણ ચૌદપૂર્વધરોને પણ, પરસ્પર=અન્યોન્ય, સ્થાનનું શ્રવણ હોવાથી અનંતભાગ, અસંખ્યેયભાગ, સંધ્યેયભાગ, સંધ્યેયગુણ, અસંખ્યેયગુણ, અનંતગુણ સ્વરૂપ છ સ્થાનોનાં હાનિસ્થાનોનો અને વૃદ્ધિસ્થાનોનો શાસ્ત્રમાં ઉપતંભ હોવાથી દર્શનભેદ છે એમ અન્વય છે, અન્ય અસકલ શ્વેતગ્રંથવાળાઓના પરસ્પર દર્શનભેદનું શું કહેવું એ પિ શબ્દનો અર્થ છેતેષાવિમાં રહેલા પિ શબ્દનો અર્થ છે, જો આ પ્રમાણે છે=ચૌદપૂર્વધરોનો પરસ્પર દર્શનભેદ છે, તેનાથી શું ? અર્થાત્ તેનાથી શું સિદ્ધ થાય ? એથી કહે છે
-
-
સર્વથા પ્રકાશનો અભેદ હોતે છતે=એકાકાર જ શ્રુતાવરણ આદિ ક્ષયોપશમરૂપ પ્રકાશ હોતે છતે, આમોટો દર્શનભેદ, નથી, આને જ=સર્વથા પ્રકાશના અભેદમાં દર્શનભેદ સંભવે નહિ એને જ, ભાવન કરે છે =જે કારણથી એકાંતથી=નિયમવૃત્તિથી, એક સ્વભાવવાળો=એકરૂપવાળો, પ્રકાશ અભિન્ન છે=અનેકરૂપવાળો નથી, એકાંતથી એક સ્વભાવવાળા પ્રકાશમાં દ્વિતીયાદિ સ્વભાવનો અભાવ છે, એ પ્રકારનો ભાવ છે, પ્રયોજનને કહે છેએકાંતથી એક સ્વભાવવાળા પ્રકાશમાં અનેકરૂપતા નથી, તેમાં પ્રયોજનને કહે છે — તે કારણથી એક સ્વભાવપણું હોવાને કારણે આની=પ્રકાશની, દર્શનભેદહેતુતા નથી=દ્દેશ્ય વસ્તુની પ્રતીતિના ભેદની નિબંધનતા નથી=બોધના વિષયભૂત વસ્તુની પ્રતીતિના ભેદની કારણતા નથી.
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે બોધનો પ્રક્રમ હોવાને કા૨ણે લોક શબ્દથી ભવ્યલોક ગ્રહણ કરાય છે, તોપણ પ્રસ્તુતમાં ઉત્કૃષ્ટ મતિવાળા ગણધરોનું જ ગ્રહણ છે. કેમ ગણધરોનું જ ગ્રહણ છે તેની પુષ્ટિ કરવા માટે કહે છે – ચૌદપૂર્વધરોને પણ સ્વસ્થાનમાં મોટો દર્શનભેદ છે, તેથી કોઈ ચૌદપૂર્વધરને જીવાદિ સાત તત્ત્વનો બોધ છે તેનાથી અન્ય કોઈ ચૌદપૂર્વધરને જીવાદિ સાત તત્ત્વનો બોધ અધિક પણ હોઈ શકે છે, તેથી શ્રુતજ્ઞાનથી દશ્ય પદાર્થના બોધમાં જે તરતમતા છે તે ક્ષયોપશમના ભેદકૃત છે, માટે ચૌદપૂર્વધરોમાં પણ તરતમતાથી છ સ્થાનોની હાનિ-વૃદ્ધિની પ્રાપ્તિ છે, માટે ભગવાનના વચનથી બોધ પામવા યોગ્ય પણ જીવોમાં તરતમતાથી અનેક ભેદોની પ્રાપ્તિ છે, તેથી જે ભવ્યજીવોને આદ્યભૂમિકાનો બોધ થાય છે અથવા આદ્યભૂમિકાથી માંડીને ઉત્કૃષ્ટ બોધથી કંઈક ન્યૂન બોધ થાય છે તે જીવો પ્રત્યે ભગવાન બોધનું કારણ