________________
૨૭૦
લલિતવિસ્તરા ભાગ-૧ એ રીતે, વચનાંશુઓથી ભાવ હોવાને કારણે=ભગવાનનાં વચનોથી શ્રતના આવરણના ક્ષયોપશમનો ભાવ હોવાને કારણે, ભવ્યોના પણ આલોક માત્રનો નિયમ કેવી રીતે થાય ? અર્થાત્ ભવ્યોને પણ ભગવાનના વચનથી કોઈક અંશમાં બોધ થાય છે તેમ કોઈક અંશમાં બોધનો અભાવ પણ પ્રાપ્ત થઈ શકે, પરંતુ તેઓને બોધમાત્રનો નિયમ કરી શકાય નહિ, એથી કહે છે –
તેના અભાવમાં તે પ્રકારના દર્શનના અભાવમાં=ભગવાનના વચનથી ભવ્યજીવને પણ કોઈક અંશથી તે પ્રકારના દર્શનના અભાવમાં, તેઓને=ભવ્યજીવોને, આલોક વ્યર્થ છેઅકિંચિત્કર છે અર્થાત્ ભગવાનનાં વચનો તે અંશમાં બોધ કરાવવા માટે અસમર્થ હોવાથી અકિંચિત્કર છે.
ભગવાનને પદાર્થનો યથાર્થ બોધ હોવા છતાં વચનોથી યોગ્ય જીવોને પણ જે અંશથી બોધ કરાવી શકતા નથી તે અંશથી ભગવાનનો આલોક તેઓ માટે વ્યર્થ છે, તેમ કેમ કહ્યું તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
તે=ભગવાનનો બોધ, આલોક જ નથી=ભવ્યજીવોને જે અંશથી બોધ કરાવવા માટે સમર્થ નથી, તે અંશથી આલોક જ નથી; કેમ કે સ્વકાર્યકારિનું જ વસ્તુપણું છે=ભગવાનના બોધરૂપ આલોક સ્વરૂપ વસ્તુ ભવ્યજીવોમાં બોધ કરાવવા રૂપ કાર્ય કરતું હોય તેવા જ આલોકરૂપ વસ્તુનું વસ્તુપણું છે.
લલિતવિસ્તરામાં ઉદ્ધરણ પછી કૃતિ વવનાત્ શબ્દ છે તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
એ પ્રકારનું વચન હોવાથી=આવા પ્રકારના શ્રતનું પ્રામાણ્ય હોવાથી=જે ઉદ્ધરણનો શ્લોક આપ્યો છે તેવા પ્રકારના શ્રતનું પ્રામાણ્ય હોવાથી, લોક શબ્દ દ્વારા પ્રક્રમથી ભવ્યલોક કહેવાય છે એમ અવય છે.
તોપણ આ રીતે પણ=લોક શબ્દથી ભવ્યલોક ગ્રહણ કરાય એ રીતે પણ, અહીં=સૂત્રમાં= લોગપોઅગરાણ એ પ્રકારના સૂત્રમાં, લોકધ્ધતિથી=લોક શબ્દથી, ઉત્કૃષ્ટ મતિવાળા=ાલિકી આદિ વિશિષ્ટ બુદ્ધિવાળા, ગણધરપદપ્રાયોગ્ય ભવ્ય સત્વલોક જ ગ્રહણ કરાય છે, વળી, અન્ય નહિ, જે ગણધર, પ્રથમ સમવસરણમાં જ ભગવાનથી ઉપચસ્ત માતૃકાપદત્રયના શ્રવણથી પ્રદ્યોતની પ્રવૃત્તિ હોતે છતે=પ્રકૃષ્ટ ધોત થાય તેવો ગણધરોનો યત્ન થયે છતે, જોવાયા છે સમસ્ત અભિલાષ્યરૂપ પ્રોત્ય જીવાદિ સાત તત્વો જેમના વડે એવા, રચના કરાઈ છે સકલ ગ્રુત ગ્રંથોની જેમના વડે એવા શીધ્ર થાય છે. તેaઉત્કૃષ્ટ મતિવાળા ગણધરો, અહીં ગ્રહણ કરાય છે, કયા કારણથી આ આ પ્રમાણે છે?sઉત્કૃષ્ટ મતિવાળા ગણધરપદયોગ્ય જીવો માતૃકાપદના શ્રવણથી પ્રકૃષ્ટ ધોતવાળા થાય છે એ પ્રમાણે કયા કારણથી છે? એથી કહે છે – તેમાં જsઉત્કૃષ્ટ મતિવાળા જ ભવ્યલોકમાં, તત્વથી નિશ્ચયવૃત્તિથી=કાર્ય કરતું હોય તેવા જ કારણને કારણ કહેવાય એ પ્રકારની જોનારી દષ્ટિથી, પ્રદ્યોતકરણશીલત્વની ઉપપત્તિ હોવાથી–ઉપવેઈ વાવિગઈ વાધુવેઈ વા એ પ્રકારના પદત્રયના ઉપચાસથી પ્રકૃષ્ટ પ્રકાશરૂપ પ્રદ્યોતના તશીલપણાથી વિધાનનું ઘટના હોવાથી, ભવ્ય સત્વલોક જ ગ્રહણ કરાય છે એમ અવય છે; કેમ કે ભગવાનની પ્રદ્યોતક શક્તિનો=ભગવાનમાં વર્તતી પ્રદ્યોતક શક્તિનો, તે જ ભવ્યલોકમાં=ગણધરરૂપ ભવ્યલોકમાં જ, સંપૂર્ણપણાથી ઉપયોગ છે, એથી કરીને ગણધરરૂપ જ ભવ્યલોક ગ્રહણ કરાય છે એમ અત્રય છે.