________________
લોગપઈવાણ
૨૭ પણ, સવઆત્મામાં પણ=પોતાનામાં પણ તેનાથી અન્યના=વ્યતિરિક્ત એવા મહામિથાદષ્ટિ આદિના, વિધાનથી કરણથી અર્થાત ભગવાન પોતાના આત્મામાં અન્ય એવા મિથ્યાદષ્ટિ આદિ દોષોના કરનાર હોવાથી ભગવત્વનો અયોગ છે એમ અત્રય છે અને આ=મિથ્યાષ્ટિના દોષો ભગવાન પોતાના રૂપે કરે એ, નથી આથી યત્કિંચિત્રઅર્થ વગરનું, આ અભગવત્વનું પ્રસંજન છે=ભગવાન અંધકલ્પને પ્રદીપનું કાર્ય કરનાર નથી તેમ સ્વીકારીએ તો ભગવાનમાં અભગવત્વની આપત્તિ છે, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અર્થ વગરનું છે. ll૧૩ ભાવાર્થ :
પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાન તે જીવો પ્રત્યે જ લોકપ્રદીપ છે જેઓનો ભાવમલ કંઈક અલ્પ થયેલો છે અને સંક્ષિપણાને પામેલા છે અને ઉપદેશની સામગ્રીથી તત્ત્વને પ્રાપ્ત કરી શકે તેવા છે, તેવા જીવોને આશ્રયીને જ ભગવાન લોકપ્રદીપ છે અને જેઓ લોકપ્રદીપમાં રહેલા લોકનો અર્થ સર્વ જીવો ગ્રહણ કરે છે અને કહે છે કે ભગવાન સર્વ જીવો માટે પ્રદીપ છે તેઓનો તે પ્રકારનો સ્વીકાર ગુરુલાઘવ અપેક્ષા વગરનો છે; કેમ કે ભગવાનની સ્તુતિ ભગવાનના વાસ્તવિક ગુણથી થાય છે અને ભગવાનમાં તેવા જીવોને જ બોધ કરાવવાનું સામર્થ્ય છે, જેઓ તત્ત્વને સન્મુખ થાય તેવી કંઈક નિર્મળ મતિવાળા છે. જેઓ ગાઢ વિપર્યાસવાળા છે તેઓને ભગવાનના વચનથી તત્ત્વનો બોધ થતો નથી, છતાં તેઓ પ્રત્યે પણ ભગવાન પ્રદીપ છે, તે પ્રકારે કહીને ભગવાનનું મહત્ત્વ બતાવવું તે મૂઢતાનું કાર્ય છે; કેમ કે વાસ્તવિક ગુણને આશ્રયીને જ ભગવાનની સ્તુતિ કરવી ઉચિત છે, આ પ્રકારે પૂર્વમાં સ્થાપન કર્યું ત્યાં કોઈને થાય કે આ રીતે ભગવાનની ઉપકારકતા પરિમિત જીવો માટે જ છે, અન્ય જીવો માટે નથી તેમ કહેવાથી ભગવાનમાં મહાનપણાનો અયોગ પ્રાપ્ત થાય અર્થાત્ ભગવાન અસામર્થ્યવાળા છે તેમ કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાનનું મહાનપણું યોગ્ય જીવોની યોગ્યતાને આશ્રયીને ઉપકાર કરે તે સ્વરૂપે જ છે, અયોગ્યને ઉપકાર કરે તે સ્વરૂપે નથી; કેમ કે ભગવાન કેવલજ્ઞાનથી જગતનું યથાર્થ સ્વરૂપ સાક્ષાત્ જુએ છે અને જગતનું તે સ્વરૂપ તે રીતે જ પ્રકાશન કરે છે, જેથી યોગ્ય જીવોને તે પદાર્થનો બોધ થઈ શકે, પરંતુ જે જીવોમાં ગાઢ વિપર્યાસ કે ગાઢ અંધકાર વર્તે છે તે જીવો ભગવાનના વચનને અવલંબીને તે પ્રકારે વસ્તુને જોવા માટે યત્ન કરે તેવા નથી, પરંતુ પોતાના વિપર્યાસથી યુક્ત ઊહથી જ પદાર્થને જોવા માટે યત્નવાળા છે, આથી જ ભગવાનની પર્ષદામાં પણ એકાંતવાદની વિપરીત દૃષ્ટિથી વાસિત મતિવાળા જીવોને ભગવાનના વચનથી પણ અનેકાંતનો વાસ્તવિક બોધ થતો નથી, પરંતુ પોતાની એકાંત દૃષ્ટિને સમર્થન કરવા માટેની યુક્તિઓને ભગવાનના વચનમાંથી ગ્રહણ કરે છે.
વળી, કેટલાક મૂઢ જીવો ભગવાનના વચન વિષયક માર્ગાનુસારી ઊહ જ કરતા નથી કે જેથી તેઓને ભગવાનના વચનથી તત્ત્વનો બોધ થઈ શકે. વળી, કેટલાક ગાઢ જ્ઞાનાવરણીયના ઉદયવાળા છે, તેથી સંજ્ઞિપણાને પામ્યા નથી તેઓ પણ ભગવાનના વચનના બળથી તત્ત્વને પ્રાપ્ત કરી શકે તેવા નથી તે સર્વ