________________
૨૩૪
લલિતવિસ્તાર ભાગ-૧
વિપક્ષમાં=બીજાધાન વગરના જીવો ભગવાનનો બાહ્ય રીતે આશ્રય કરે તોપણ ભગવાનમાં તેઓને આશ્રયીને નાથપણાનો અયોગ છે એ નહિ સ્વીકારવા રૂપ વિપક્ષમાં, બાધકને કહે છે – આ રીતે પણ તેના લક્ષણના અયોગમાં પણ તે જીવોને આશ્રયીને ભગવાનમાં નાથના લક્ષણના અયોગમાં પણ, ભગવાનમાં નાથપણાનો સ્વીકાર કરાયે છતે અતિપ્રસંગ હોવાથી=અકિંચિત્કર એવા ભીંતાદિને પણ નાથત્વની પ્રાપ્તિ હોવાથી=થોગક્ષેમ ન કરે એવા ભીંતાદિમાં કે તુચ્છ મનુષ્યોમાં પણ તેના આશ્રયણમાત્રથી નાથત્વની પ્રાપ્તિ હોવાથી, નાથના લક્ષણના અયોગને કારણે ભગવાન અયોગ્ય જીવોના હાથ નથી એમ અવય છે, વળી, તેના લક્ષણના યોગમાં=નાથના લક્ષણના યોગમાં, પ્રાપ્ત થાય જ=ભગવાનમાં નાથપણું પ્રાપ્ત થાય જ, એ પ્રકારે “જિ' શબ્દનો અર્થ છે= ફલ્થ'માં રહેલા ગાપિ' શબ્દનો અર્થ છે, તોકનાથના લક્ષણના અયોગમાં પણ ભગવાનને નાથ સ્વીકારવાથી ભીંત આદિના પણ નાથત્વની પ્રાપ્તિ છે તો, ગુણ-ઐશ્વર્યાદિથી મહાન જ એવા ભગવાન નાથ છે એમ અમે સ્વીકારશું એથી ભીંતાદિમાં અતિપ્રસંગ નથી, એ પ્રકારની આશંકા કરીને કહે છે – મહત્વમાત્રનું યોગક્ષેમ રહિત એવા ભગવાનમાં રહેલા કેવલ મહત્વનું જ, અહીં=નાથપણામાં, અપ્રયોજકપણું હોવાથી=અહેતુકપણું હોવાથી, બીજાધાન વગરના જીવોના ભગવાન સાથ નથી એમ અવય છે, કેમ ? એથી કહે છે=ભગવાન મહાન છે અને એવા ભગવાનનો બીજાધાન વગરના જીવો આશ્રય કરે છે છતાં ભગવાન તેઓના નાથ કેમ નથી? એથી કહે છે – વિશિષ્ટ ઉપકાર કરનારનું જ=ધોગક્ષેમરૂપ ઉપકાર કરનારનું જ, અન્યનું નહિ, તત્વથી–નિશ્ચયથી, નાથપણું હોવાને કારણેeતાથનો ભાવ હોવાને કારણે, ભગવાન બીજાપાન વગરના જીવોના નાથ નથી એમ અવય છે. ભાવાર્થ -
પૂર્વમાં સ્થાપન કર્યું કે ભગવાન બીજાધાનાદિથી સંવિભક્ત એવા ભવ્યલોકના જ નાથ છે, ત્યાં કોઈને શંકા થાય કે જેઓ ભગવાનને સ્વામી તરીકે સ્વીકારે અને તેમના બતાવેલા દેશવિરતિધર્મને કે સર્વવિરતિધર્મને સ્વીકારે તે જીવોના પણ ભગવાન નાથ થવા જોઈએ, કદાચ તેઓ બીજાધાનાદિ ગુણસંપત્તિવાળા ન હોય તોપણ આશ્રયણીય એવા ભગવાન સ્વામી તરીકે સ્વીકારે છે માટે તેઓના ભગવાન નાથ છે તેમ માનવું જોઈએ, આથી જ જેઓને મોક્ષમાર્ગને અનુકૂળ લેશ પણ ગુણસંપત્તિ પ્રાપ્ત થઈ નથી છતાં ભગવાને કહેલો ધર્મ કરે છે અને માને છે કે અમારા સ્વામી ભગવાન છે તેઓના ભગવાન નાથ નથી તેમ કેમ કહી શકાય? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
જેઓનો ભગવાન યોગક્ષેમ કરતા નથી તેઓથી આશ્રય કરાયેલા પણ ભગવાન પરમાર્થથી તેઓના નાથ નથી; કેમ કે પૂર્વના ગુણોનું રક્ષણ કરે અને અપૂર્વ ગુણોનો યોગ કરાવે તેમાં જ નાથના લક્ષણનો યોગ છે, અહીં બીજાપાન વગરના જીવોમાં ભગવાન કોઈ નવા ગુણોનો યોગ કરાવતા નથી અને પૂર્વના ગુણોનું રક્ષણ કરતા નથી, આમ છતાં તે જીવોના ભગવાન નાથ છે તેમ સ્વીકારવામાં આવે તો કોઈ પુરુષ ભીંતનો આશ્રય કરે અર્થાત્ શત્રુથી પોતાના રક્ષણ માટે ભીંતનો આશ્રય કરે અથવા તુચ્છ મનુષ્યનો આશ્રય કરે તેને