________________
લોગહિઆણ
૨૪3
અને અહીં લોગહિઆણે સૂત્રમાં, લોક શબ્દ બે પ્રકારે ગ્રહણ કરાયેલ છે, એક પ્રકારથી સર્વ સાંવ્યવહારિકઅસાંવ્યવહારિક જીવોરૂપ લોકના હિતને કરનારા ભગવાન છે, બીજા પ્રકારે લોકનો અર્થ ગ્રહણ કરીએ તો પંચાસ્તિકાયાત્મક સકલ લોકના હિતને કરનારા છે, આ બીજા પ્રકારના કથનમાં અલોકાકાશનો પણ લોકમાં જ અંતર્ભાવ છે; કેમ કે આકાશાસ્તિકાય નામનું એક અખંડ દ્રવ્ય છે, તેથી પંચાસ્તિકાયમય લોક કહેવાથી પંચાસ્તિકાયમાં રહેલા આકાશનું પણ ગ્રહણ થાય છે અને પંચાસ્તિકાયમાં રહેલા આકાશ સાથે અભિન્ન એવા અલોકાકાશનું પણ ગ્રહણ થાય છે, તેથી લોક-અલોક સર્વના હિતને કરનારા ભગવાન છે, કઈ રીતે સર્વ જીવોના હિતને કરનારા છે અને કઈ રીતે પંચાસ્તિકાયમય લોકના હિતને કરનારા છે તે નયદૃષ્ટિ સ્વયં ગ્રંથકારશ્રી આગળ સ્પષ્ટ કરશે.
અહીં જિજ્ઞાસા થાય કે અલોકાકાશનો લોકાકાશમાં અંતર્ભાવ છે એમ કહ્યું, ત્યાં લોકાકાશ અને અલોકાકાશ એવી વ્યવસ્થાનું કારણ શું છે, તેથી કહે છે કે લોકાદિ વ્યવસ્થાનું કારણ લાગુત્તમાર્ણ પદની લલિતવિસ્તરા ટીકામાં ગ્રંથકારશ્રીએ સ્વયં કહેલ જ છે તે પ્રમાણે ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યોથી યુક્ત એવો આકાશ લોક છે અને તેનાથી રહિત એવો આકાશ અલોક છે એમ સિદ્ધ થાય છે.
લલિતવિસ્તરામાં કહ્યું કે સકલ સાંવ્યવહારિક ભેદથી ભિન્ન પ્રાણીલોક લોક શબ્દથી ગ્રહણ થાય છે તેનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં પંજિકાકાર કહે છે –
મનુષ્ય-નારક આદિ લોકપ્રસિદ્ધ વ્યવહાર તે સંવ્યવહાર છે, એથી જે જીવો આ મનુષ્ય છે, આ નારકીઓ છે, આ તિર્યંચો છે, આ એકેન્દ્રિય છે ઇત્યાદિ લોકવ્યવહારનો વિષય બને છે તે સાંવ્યવહારિક કહેવાય અને જેઓ નિત્ય નિગોદમાં રહેલા છે, પરંતુ લોક વ્યવહારમાં આવતા નથી તે અસાંવ્યવહારિક જીવો છે, તે સર્વ જીવોના હિતને કરનારા ભગવાન છે. લલિતવિસ્તરા :
तदेवंविधाय लोकाय हिताः, यथावस्थितदर्शनपूर्वकं सम्यक्प्ररूपणाचेष्टया तदायत्यबाधनेनेति च। इह यो यं याथात्म्येन पश्यति, तदनुरूपं च चेष्टते भाव्यपायपरिहारसारं, स तस्मै तत्त्वतो हित इति हितार्थः, इत्थमेव तदिष्टोपपत्तेः, इष्टं च सपरिणामं हितं, स्वादुपथ्यान्नवदतिरोगिणः।
अतोऽन्यथा तदनिष्टत्वसिद्धिः, तत्कर्तुरनिष्टाप्तिहेतुत्वेन; अनागमं पापहेतोरपि पापभावात्। લલિતવિસ્તરાર્થ
પૂર્વમાં લોક શબ્દનો અર્થ કર્યો તે પ્રકારના આવા સ્વરૂપવાળા લોકના હિત કરનારા ભગવાન છે, યથાવસ્થિત દર્શનપૂર્વક સમ્યક પ્રરૂપણાની ચેષ્ટાથી, તેની આયતિના અબાધનથી=સમ્યગ્ર દર્શનપૂર્વક પ્રાપિત અર્થના આગામીકાલમાં અપીડનથી તિ એ હેતુથી, હિત છે=ભગવાન સર્વ જીવોના હિત છે અથવા પંચાસ્તિકાયના હિત છે, અહીં=જગતમાં, જે જેને=જે વસ્તુને, ચાથાભ્યથી જુએ છે અને તેને અનુરૂપ ભાવિ અપાયના પરિહાર પ્રધાન ચેષ્ટા કરે છે તે તેના