Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 279
________________ લલિતવિસ્તરા ભાગ-૧ ૨૫૮ शुभ्योऽपि तत्त्वोपलम्भाभावात्; समवसरणेऽपि सर्वेषां प्रबोधाश्रवणात्; इदानीमपि तद्वचनतः प्रबोधा વર્ણનાત્ લલિતવિસ્તરાર્થ : તે પ્રકારે લોકપ્રદીપ એવા ભગવાનને નમસ્કાર થાઓ, અહીં=લોકપ્રદીપ શબ્દમાં, લોક શબ્દથી તેમનાં દેશનાદિ કિરણોથી=ભગવાનનાં દેશનાદિ કિરણોથી, મિથ્યાત્વરૂપી અંધકારના અપનયન વડે યથાયોગ્ય પ્રકાશિત જ્ઞેયભાવવાળો વિશિષ્ટ જ સંતિલોક ગ્રહણ કરાય છે; કેમ કે વળી જે=જે સંતિલોક, આવા પ્રકારનો નથી=યથાયોગ્ય પ્રકાશિત જ્ઞેયભાવવાળો નથી, તેમાં=તે સંજ્ઞિલોકમાં, તત્ત્વથી=પરમાર્થથી, પ્રદીપત્વનો અયોગ છે=ભગવાનના પ્રદીપત્વનો અયોગ છે, અંધ પ્રદીપના દૃષ્ટાંતથી=અંધપુરુષ પ્રત્યે પ્રદીપના દૃષ્ટાંતથી, જે પ્રમાણે અંધને પ્રદીપ તત્ત્વથી અપ્રદીપ જ છે; કેમ કે તેના પ્રત્યે=અંધ પ્રત્યે, સ્વકાર્યનું અકરણ છે=પ્રદીપના કાર્યનું અકરણ છે, અને તત્કાર્યકૃત જ પ્રદીપત્વની ઉપપત્તિ છે=પ્રદીપના કાર્યકૃત જ પ્રદીપમાં પ્રદીપત્વની ઉપપત્તિ છે. કેમ અંધ પ્રત્યે પ્રદીપ પ્રદીપનું કાર્ય કરતો નથી એટલા માત્રથી તેમાં પ્રદીપત્વ નથી ? તેમાં હેતુ કહે છે. અન્યથા=પ્રદીપનું કાર્ય ન થતું હોય છતાં તેને પ્રદીપ કહેવામાં આવે તો, અતિપ્રસંગ છે=પ્રદીપના કાર્યને નહિ કરનાર ઘટમાં પણ પ્રદીપત્વ સ્વીકારવાનો અતિપ્રસંગ છે, અને યથાઉદિત લોકથી વ્યતિરિક્ત=પૂર્વમાં વિશિષ્ટ સંજ્ઞિલોક કહ્યો એવા સંતિલોથી વ્યતિરિક્ત એવો, તદન્યલોક અંધકલ્પ છે; કેમ કે તેમનાં દેશનાદિ અંશુઓથી પણ=દેશના-ભગવાનનાં વચનો કે ભગવાનની મૂર્તિરૂપ કિરણોથી પણ, તત્ત્વના ઉપતંભનો અભાવ છે. કેમ ભગવાનની દેશના આદિથી તત્ત્વનો ઉપલંભ નથી ? તેમાં હેતુ કહે છે સમવસરણમાં પણ બધા જીવોને પ્રબોધનું અશ્રવણ છે=સમવસરણમાં બેઠેલા બધા જીવોને તત્ત્વની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે શાસ્ત્રમાં સંભળાતું નથી, હમણાં પણ તેમના વચનથી=વર્તમાન કાળમાં પણ ભગવાનના વચનથી પ્રબોધનું અદર્શન છે=યોગ્ય ઉપદેશક શ્રોતાની બુદ્ધિ અનુસાર આત્માના હિતને અનુકૂળ ઉચિત ઉપદેશ આપતા હોય છતાં તત્ત્વને જોવામાં અંધકલ્પ જીવોને તત્ત્વનો બોધ થતો નથી તેમ દેખાય છે. ભાવાર્થ: લોગપઈવાણું શબ્દમાં લોક શબ્દથી વિશિષ્ટ સંશિલોક ગ્રહણ કરાય છે, કેવો વિશિષ્ટ સંશિલોક ગ્રહણ કરાય છે ? તેથી કહે છે - જે જીવોની ઉપદેશના બળથી તત્ત્વને યથાર્થ સમજી શકે તેવી નિર્મળ અંતરંગ ચક્ષુ છે અને ઉપદેશ વગર સ્વયં તત્ત્વને જોઈ ન શકે તેવી મતિ છે તેવા જીવોને ભગવાનનો ઉપદેશ પ્રાપ્ત થાય તો ભગવાનના વચનના બળથી તત્ત્વને જોવામાં જે વિપર્યાસને કરનાર મિથ્યાત્વરૂપી અંધકાર વર્તે છે તે તેઓની યોગ્યતા અનુસાર

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306