________________
લોગપdવાણ
૨૫૯ દૂર થાય છે અને તેના કારણે પોતાની યોગ્યતા અનુસાર સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળદષ્ટિ પ્રગટે છે, જેથી સંસારમાં પોતાના હિતને માટે શું કરવું ઉચિત છે અને શું કરવું અનુચિત છે તેનો નિર્ણય કરી શકે તેવો સંશિલાક લોગઈવાણ શબ્દમાં લોક શબ્દથી ગ્રહણ કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે બધા સંક્ષિલોક પ્રત્યે ભગવાન પ્રદીપ જેવા છે તેમ કેમ ન કહ્યું ? તેથી કહે છે – જે જીવોમાં ભગવાનના ઉપદેશને યથાર્થ સ્વરૂપે ગ્રહણ કરવાની શક્તિ નથી તેવા ગાઢ વિપર્યાસવાળા જીવો પ્રત્યે ભગવાન પરમાર્થથી પ્રદીપ નથી, જેમ અંધ પુરુષ પ્રત્યે પ્રદીપ પ્રદીપ નથી; કેમ કે પ્રદીપ શેયનું પ્રકાશન કરે છે, છતાં અંધ પ્રત્યે પ્રદીપ શેયના પ્રકાશનરૂપ કાર્ય કરવા સમર્થ નથી, તેથી સ્થૂલ વ્યવહારથી પ્રદીપમાં પ્રદીપત્વ હોવા છતાં અંધ પુરુષ પ્રત્યે પ્રદીપ પ્રકાશનનું કાર્ય નહિ કરતો હોવાથી તે પુરુષને આશ્રયીને પ્રદીપને પ્રદીપ કહેવાય નહિ. જો તેવું ન સ્વીકારવામાં આવે તો ઘટ પ્રદીપનું કાર્ય કરતો નથી છતાં ઘટને પ્રદીપ સ્વીકારવાનો પ્રસંગ આવે, જો કે પૂલ વ્યવહારથી પ્રકાશને કરનાર પ્રદીપને પ્રદીપ કહેવાય છે અને પ્રકાશને નહિ કરનાર ઘટાદિને પ્રદીપ કહેવાતા નથી, તોપણ નિશ્ચયનયની સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તો પ્રદીપ પણ આંધળાને પ્રકાશ કરવા સમર્થ નથી, તેથી આંધળા પુરુષને આશ્રયીને પ્રદીપ પ્રદીપ કહેવાય નહિ, તેમ ભગવાન પ્રદીપની જેમ સંસારના વાસ્તવિક સ્વરૂપનું પ્રકાશન કરનાર હોવાથી પ્રદીપતુલ્ય છે, તોપણ જે જીવોને ભગવાનના વચનથી તત્ત્વનો બોધ થઈ શકે તેમ નથી તેવા જીવોને આશ્રયીને ભગવાન પ્રદીપ નથી, પરંતુ તત્ત્વના બોધને અનુકૂળ કર્મની લઘુતાજન્ય નિર્મળદષ્ટિવાળા જીવો પ્રત્યે ભગવાનનું વચન તત્ત્વની પ્રાપ્તિ કરાવનાર છે, તે સ્વરૂપે જ ભગવાનની સ્તુતિ કરવી છે, જેથી વાસ્તવિક ગુણની સ્તુતિ થાય, માટે પ્રદીપ એવા ભગવાનને નમસ્કાર થાઓ તેમ ન કહેતાં લોકપ્રદીપ એવા ભગવાનને નમસ્કાર થાઓ તેમ કહેલ છે, તેથી વિશિષ્ટ સંશિલોકને માટે જ ભગવાન પ્રદીપતુલ્ય છે અને તે સ્વરૂપે જ ભગવાન સ્તુત્ય છે તેવો બોધ થાય.
અહીં પ્રશ્ન થાય કે જેઓ પંચેન્દ્રિયપણાને પામ્યા છે અને મનરૂપી સંજ્ઞાવાળા છે તેઓને ભગવાનના વચનથી કેમ યથાર્થ બોધ થતો નથી ? તેથી કહે છે –
જેઓમાં દેશનાથી નાશ પામે તેવું શિથિલ થયેલું મિથ્યાત્વ નથી તેઓ સ્વમતિથી દૂષિત પરિણામવાળા છે, તેથી તેઓ અંધકલ્પ છે, તેથી ભગવાનનાં દેશના આદિ કિરણોથી પણ તેઓને તત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનની દેશના સાંભળવા છતાં તેઓને તત્ત્વની પ્રાપ્તિ થતી નથી તે કેમ નક્કી થાય? તેથી કહે છે –
સાક્ષાત્ ભગવાનનો ઉપદેશ સાંભળનારા સમવસરણમાં બેઠેલા પણ બધા જીવોને ભગવાનના વચનથી આત્મહિતને અનુકૂળ કેવો પ્રયત્ન કરવો જોઈએ તેનો પ્રબોધ થતો નથી, એ પ્રમાણે શાસ્ત્રમાં સંભળાય છે, તેથી નક્કી થાય છે કે ભગવાન પ્રદીપ હોવા છતાં તે જીવોને આશ્રયીને પ્રદીપ નથી.
વળી, કોઈ મહાત્મા ભગવાનના વચનના તાત્પર્યને સ્પર્શે તે રીતે શ્રોતાની બુદ્ધિનો નિર્ણય કરીને ઉપદેશ