________________
લલિતવિસ્તરા ભાગ-૧
૨૧૦
આપતા હોય, વળી, તે ઉપદેશ અત્યંત સંવેગને ઉત્પન્ન કરે તેવો માર્ગાનુસારી હોય અને શ્રોતાની બુદ્ધિ પણ તે શબ્દો દ્વારા ઉપદેશકના વચનથી તાત્પર્યને સમજી શકે તેવી હોય છતાં ગાઢ વિપર્યાસને કારણે ભગવાનના તે વચનથી પણ તેઓને બોધ થતો નથી તેવું હમણાં પણ દેખાય છે, તેથી નક્કી થાય છે કે જેઓની દૃષ્ટિ મિથ્યાત્વરૂપી અંધકારથી અત્યંત આચ્છાદિત છે, તેઓને ભગવાનના વચનથી, સાક્ષાત્ ભગવાનના ઉપદેશથી કે ભગવાનની પ્રતિમાને જોવાથી કોઈ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી અને જેઓનું મિથ્યાત્વ શિથિલ થયું છે તેવા જીવોને જિનપ્રતિમાને જોવાથી પણ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, તેથી તેવા જીવો પ્રત્યે ભગવાન પ્રદીપ છે. અવતરણિકા :
तदभ्युपगमवतामपि तथाविधलोकदृष्ट्यनुसारप्राधान्याद् अनपेक्षितगुरुलाघवं तत्त्वोपलम्भशून्यप्रवृत्तिसिद्धेरिति, तदेवंभूतं लोकं प्रति भगवन्तोऽपि अप्रदीपा एव, तत्कार्याकरणादित्युक्तमेतत् - અવતરણિકાર્ય :
-
અનપેક્ષિત ગુરુલાઘવપૂર્વક=ગુરુલાઘવનો વિચાર કર્યા વગર, તેવા પ્રકારની લોકદૃષ્ટિના અનુસરણના પ્રાધાન્યથી=સ્થૂલ વ્યવહારનયની દૃષ્ટિના અનુસરણના પ્રાધાન્યથી, તેના સ્વીકારનારાઓની પણ=સર્વ જીવો પ્રત્યે ભગવાન પ્રદીપ છે એ પ્રકારે સ્વીકારનારાઓની પણ, તત્ત્વના ઉપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ હોવાથી=ભગવાન તે જીવોના ઉપકારક છે કે નહિ તેનો વિચાર કર્યા વગર ભગવાનની તે રૂપે સ્તુતિ કરવાની પ્રવૃત્તિની સિદ્ધિ હોવાથી, લોગપઈવાણમાં રહેલા લોક શબ્દથી વિશિષ્ટ સંતિલોક ગ્રહણ કરવો ઉચિત છે એમ અન્વય છે.
તે કથનને સ્પષ્ટ કરે છે –
તે કારણથી આવા પ્રકારના લોક પ્રત્યે=જેઓને ભગવાનના વચનથી બોધ થાય તેમ નથી તેવા પ્રકારના લોક પ્રત્યે, ભગવાન પણ અપ્રદીપ જ છે; કેમ કે તેના કાર્યનું અકરણ છે=પ્રદીપના કાર્યનું અકરણ છે, એથી આ=વિશિષ્ટ સંજ્ઞિલોકના પ્રદીપ ભગવાન છે એ, કહેવાયું છે
પંજિકા ઃ
तदभ्युपगमेत्यादि, तदभ्युपगमवतामपि = सर्वप्रदीपा भगवन्तो, न पुनर्विवक्षितसंज्ञिमात्रस्यैवेत्यङ्गीकारवतामपि न केवलं प्रागुक्तान्धकल्पलोकस्येति 'अपि शब्दार्थः, तत्त्वोपलम्भशून्यप्रवृत्तिसिद्धेरित्युत्तरेण योगः, कुत इत्याह- 'तथाविधलोकदृष्ट्यनुसारप्राधान्यात्' तथाविधः = परमार्थतोऽसत्येऽपि तथारूपे वस्तुनि बहुरूढव्यवहारप्रवृत्तः, स चासौ लोकश्च तथाविधलोकः, तस्य दृष्टिः = अभिप्रायो, व्यवहारनय इत्यर्थः, तस्य अनुसारः=अनुवृत्तिः; तस्य प्राधान्यात्, इदमुक्तं भवति - सर्वप्रदीपत्वाभ्युपगमे भगवतां लोकव्यवहार एव प्राधान्येनाभ्युपगतो भवति, न वस्तुतत्त्वमिति, लोकव्यवहारेण हि यथा प्रदीपः प्रदीप एव, नाप्रदीपोऽपि, कटकुड्यादीनामेवाप्रदीपत्वेन रूढत्वात्, तथा भगवन्तोऽपि सर्वप्रदीपा एव, न तु केषाञ्चिदनुपयोगादप्रदीपा