________________
લલિતવિસ્તરા ભાગ-૧
૨૪
આશ્રયીને ભગવાન પ્રદીપ છે તેનું જ અવલંબન લેવું ઉચિત છે, પરંતુ વ્યવહારમાં આ પ્રદીપ છે અને આ પ્રદીપ નથી તેમ કહેવાય છે તેનું અવલંબન લઈને ભગવાન સર્વના પ્રદીપ છે તેમ કહેવું ઉચિત નથી; કેમ કે દરેક નય પોતપોતાના સ્થાને સમ્યક્ તત્ત્વને બતાવે છે, તેથી વ્યવહારનય પોતાના સ્થાને ઉચિત હોવા છતાં સ્તુત્યની સ્તુતિ કરવાના પ્રસંગમાં સ્તુત્યના વાસ્તવિક ગુણને સ્મરણ કરીને સ્તુતિ કરવાથી જ નિર્જરાની પ્રાપ્તિ થાય છે, માટે તે સ્થાનમાં નિશ્ચયનય જ ઉચિત છે; કેમ કે સ્તુત્યના વાસ્તવિક ગુણના સ્મરણને કારણે તેના પ્રત્યે પ્રવર્ધમાન રાગ થાય છે અને સ્તુત્યના વાસ્તવિક ગુણનો અપલાપ કરીને ભગવાન સર્વ જીવો માટે પ્રદીપ નહિ હોવા છતાં તે સ્વરૂપે તેમની સ્તુતિ કરવાથી ભગવાનના વાસ્તવિક ગુણનો પક્ષપાત થતો નથી, તેથી ગુરુલાઘવની વિચારણા કર્યા વગરના મૂઢ જીવોથી કરાયેલી તત્ત્વ ઉપલંભશૂન્ય પ્રવૃત્તિ બને છે, તેથી તેવી પ્રવૃત્તિ ઉચિત નથી, તે બતાવવા માટે જ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુતમાં લોક શબ્દથી વિશિષ્ટ સંન્નિલોક ગ્રહણ કરેલ છે.
અનપેક્ષિત ગુરુલાઘવના ટીકાકારશ્રીએ બે અર્થ કર્યા, તેમાં પ્રથમ અર્થ અનુસાર વિચારીએ તો જેઓ ગુરુલાઘવનો નિર્ણય કરીને પ્રવૃત્તિ કરનારા છે તેઓ સ્તુત્યમાં જે વાસ્તવિક ગુણો હોય તેના સ્મરણ માટે જ તે ગુણોથી સ્તુત્યની સ્તુતિ કરે છે, જેનાથી તે ગુણો પ્રત્યે પોતાનો પ્રવર્ધમાન રાગનો પરિણામ તે ગુણોના પ્રતિબંધક કર્મનો નાશ કરીને પોતાનામાં તેવા ઉત્તમ ગુણો પ્રગટ કરવાનું કારણ બને છે અને જેઓ ગુરુલાઘવનો વિચાર કરનારા નથી તેઓ મૂઢભાવથી શબ્દનો અર્થ ગ્રહણ કરીને સ્તુતિ કરે છે અને તેવી સ્તુતિ કરનારા જીવો ભગવાનને સર્વ જીવો માટે પ્રદીપતુલ્ય છે તેમ કહે છે, પરંતુ પ્રદીપનું કાર્ય થતું નથી તેવા જીવો પ્રત્યે ભગવાન પ્રદીપતુલ્ય નથી તેનો વિચાર કરતા નથી.
વળી, અનપેક્ષિત ગુરુલાઘવનો બીજો અર્થ કર્યો તે પ્રમાણે વિચારક પુરુષો પણ ક્યારેક જેનાથી તત્ત્વની પ્રાપ્તિ ન થાય તેવી પ્રવૃત્તિ અવિચા૨કતાને વશ કરે, તોપણ ભગવાનની સ્તુતિ કરવાના પ્રસંગમાં વિચારકો ક્યારે પણ વાસ્તવિકતાનો વિચાર કર્યા વગર સ્તુતિ કરે નહિ, જ્યારે જેઓ વિચારક નથી તેઓ જ ગુરુલાઘવનો વિચાર કર્યા વગર તે રીતે ભગવાનના ગુણોની સ્તુતિ કરે છે, જે સ્તુતિથી તેઓને કોઈ ફળ મળતું નથી, તેથી તેવી અનુચિત પ્રવૃત્તિના નિવારણ માટે જ ગ્રંથકારશ્રીએ કહ્યું કે અનપેક્ષિત ગુરુલાઘવવાળા જીવો જ ભગવાનને સર્વના પ્રદીપ કહે છે, પરંતુ વિચારક તો હંમેશાં ભગવાનના ઉપદેશનું કાર્ય જેઓમાં થાય છે તેઓ માટે જ ભગવાન પ્રદીપ છે તેમ કહે છે.
લલિતવિસ્તરા ઃ
न चैवमपि भगवतां भगवत्त्वायोगः वस्तुस्वभावविषयत्वादस्य तदन्यथाकरणे तत्तत्त्वायोगात्, स्वो भावः स्वभावः=आत्मीया सत्ता, स चान्यथा चेति व्याहतमेतत् । किञ्च, एवमचेतनानामपि चेतनाऽकरणे समानमेतदित्येवमेव भगवत्त्वायोगः, इतरेतरकरणेऽपि स्वात्मन्यपि तदन्यविधानात्, यत्किञ्चिदेतद् इति यथोदितलोकापेक्षयैव लोकप्रदीपाः । । १३ ।।