________________
૨૨
લલિતવિક્તા ભાગ-૧ એવો આ લોક તથાવિધ લોક છે–પરમાર્થથી પ્રદીપ આંધળા પ્રત્યે પ્રદીપ નથી તોપણે પ્રદીપને જોઈને સર્વતો પ્રકાશક પ્રદીપ છે એ પ્રકારે બહુરૂઢ વ્યવહારમાં પ્રવૃત એવો જે લોક તથાવિધ લોક છે, તેની દષ્ટિ=અભિપ્રાય, વ્યવહારનય છે તેના અનુસાર તેની અનુવૃત્તિ, તેના પ્રાધાન્યથી સ્વીકાર હોવાને કારણે તત્વના ઉપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ છે એમ અવય છે, આ કહેવાયેલું થાય છે – ભગવાનનું સર્વ પ્રદીપપણું સ્વીકાર કરાયે છતે લોકવ્યવહાર જ પ્રાધાન્યથી સ્વીકારાયેલો થાય છે, વસ્તુતત્વ સ્વીકારાયેલું થતું નથી અર્થાત્ ભગવાન જે જીવો પ્રત્યે પ્રદીપનું કાર્ય કરે છે તે પ્રકારે વસ્તુતત્વનો સ્વીકાર થતો નથી, =જે કારણથી, લોકવ્યવહારથી જે પ્રકારે પ્રદીપ પ્રદીપ જ છે, અપ્રદીપ પણ નથી; કેમ કે સાદડી, ભીંત આદિનું જ અપ્રદીપપણાથી રૂઢપણું છે લોકવ્યવહાર દ્વારા રૂઢપણું છે, તે પ્રમાણે ભગવાન પણ સર્વ જીવો માટે પ્રદીપ જ છે=લોકવ્યવહારથી સર્વ જીવો માટે પ્રદીપ જ છે, પરંતુ કેટલાક જીવોને અનુપયોગ હોવાને કારણે=ભગવાનનું જ્ઞાન બોધ કરાવવા માટે અનુપયોગવાળું હોવાને કારણે, અપ્રદીપ પણ નથી. વળી, ઋજુસૂત્રાદિ નિશ્ચયનયના મતથી= ઋજુસૂત્રાદિ પાછળના ચાર નવો અનુસાર નિશ્ચયનયના મતથી, જે=જે પ્રદીપ, જેમાં=જે જીવમાં, ઉપયોગી નથી, તે-તે પ્રદીપ, તેની અપેક્ષાએ તે જીવની અપેક્ષાએ, કંઈ જ નથી=પ્રદીપ જ નથી, જે પ્રમાણે મંગલને ઉદ્દેશીને ભાષ્યકાર કહે છે –
જુસૂત્ર નયના મતે સયં=સ્વકીય, અને સંપર્યા=સાંપ્રતિક, જે મંગલ છે તે એક છે, અતીત, અનુત્પન્ન અથવા પરકીય મંગલ ઈષ્ટ નથી.
અતીત, અનુત્પષ અથવા પરકીય નથી, કેમ કે પ્રયોજનનો અભાવ છે, દગંત - ગધેડાનું શિગડું અથવા પરધન જે પ્રમાણે વિફલ છે, તે પ્રમાણે અતીત અનુત્પન્ન અથવા પરકીય મંગલ નિષ્ફળ છે એમ અન્વય છે.
તેથી તદભુપગમવાળાઓની પણ તત્વના ઉપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ છે તેથી, ભગવાન પણ સંક્ષિવિશેષના વ્યતિરેકથી અન્યત્ર=અન્ય જીવોમાં, અનુપયોગવાળા અપ્રદીપ જ છે. કેવી રીતે ? એથી કહે છે=કેવી રીતે તથાવિધ લોકદષ્ટિ અનુસરણનું પ્રાધાન્ય છે? એથી કહે છે
અનપેક્ષિત ગુલાઘવપૂર્વક તથાવિધ લોકદષ્ટિ અનુસરણના પ્રાધાન્યથી તદભુપગમવાળાઓની પણ તત્ત્વના ઉપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ છે એમ અત્વથ છે, અનપેક્ષિતગુરુનાનો અર્થ સ્પષ્ટ કરે છે – ગુરુ=નિશ્ચયનય, તેનાથી ઇતર–લઘુ, તે બેનો ભાવ ગુરુલઘુનો ભાવ, ગુલાઘવ=સદ્દભૂત અર્થના વિષયવાળો સ સ્તવ ગુરુલાઘવ છે અને ત્યાં=ગુરુલઘુપણામાં, ગુરુપા આશ્રય કરવાને યુક્ત છે, ઈતર નહિ; કેમ કે તત્વપક્ષનું ઉપેક્ષણ =લઘુપક્ષમાં તત્ત્વપક્ષનું ઉપેક્ષણ હોવાથી આરાયણીય નથી, અનપેક્ષિત ગુરુલાઘવ છે જેમાં તે જે પ્રમાણે થાય છે એ અનપેક્ષિત ગુરુલાઘવવાનું છે, એ ક્રિયાવિશેષણ છેzતથાવિધ લોકદયનુસાર પ્રાધાન્યનું ક્રિયાવિશેષણ છે.
અથવા=અથવાથી ગુરુલાઘવનો અન્ય પ્રકારે અર્થ કરે છે – ગુણદોષ વિષયક ગુરુલાઘવની અપેક્ષા રાખીને વિચારવાળાની પણ ક્યારેક વ્યવહારથી તત્વના ઉપલંભશૂન્ય પ્રવૃત્તિ થાય અને