________________
લોગપઈવાણં
૧૩
આગુરુલાઘવની અપેક્ષા રાખીને વિચારકની પણ=વસ્તુનો વિચાર કરીને પ્રવૃત્તિ કરનારની પણ, ક્યારેક તત્ત્વ ઉપલંભશૂન્ય પ્રવૃત્તિ છે એ, અહીં=પ્રસ્તુત તત્ત્વ ઉપલંભશૂન્ય પ્રવૃત્તિને બતાવવાના વિષયમાં, ન્યાય નથી, આથી તેના નિષેધ માટે કહે છે=અનપેક્ષિત ગુરુલાઘવ એ પ્રકારનું ક્રિયાવિશેષણ કહે છે અર્થાત્ પ્રેક્ષાવાન પુરુષ ગુણદોષ વિષયક ગુરુલાઘવનો વિચાર કરીને સર્વત્ર પ્રવૃત્તિ કરે છે, છતાં ક્યારેક અવિચારકતાને વશથી વ્યવહારનયની દૃષ્ટિને આશ્રયીને તત્ત્વના ઉપલંભશૂન્ય પ્રવૃત્તિ તેનાથી થાય, અને આ=જેમને ભગવાનથી ઉપકાર થતો નથી તેના પ્રત્યે પણ ભગવાન પ્રદીપ છે એ, અહીં=ભગવાનની સ્તવનામાં, ન્યાય નથી=યુક્ત નથી આથી તેના નિષેધ માટે અનપેક્ષિતપુરુનાયનું એ તથાવિધ લોકદણ્યનુસાર પ્રાધાન્યનું ક્રિયાવિશેષણ છે, તેનાથી=અનપેક્ષિત ગુરુલાઘવવાળું છે તેનાથી, શું ? એથી કહે છે તત્ત્વના ઉપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ હોવાથી=તત્ત્વના ઉપલંભશૂન્ય અર્થાત્ વ્યવહારમાત્રના આશ્રયપણાને કારણે સ્તવનીય સ્વભાવની સંવિત્તિવાળી નહીં એવી પ્રસ્તુત સ્તવ સ્વરૂપ પ્રવૃત્તિ છે તેની સિદ્ધિ હોવાથી અર્થાત્ નિષ્પત્તિ હોવાથી, તેમના દેશના અંશુઓથી પણ તત્ત્વ ઉપલંભનો અભાવ હોવાને કારણે એ પ્રમાણે પૂર્વની સાથે સંબંધ છે=પૂર્વમાં કહેલું કે ભગવાનની દેશનાનાં કિરણોથી પણ તત્ત્વના ઉપતંભનો અભાવ હોવાને કારણે વિશિષ્ટલોકથી વ્યતિરિક્ત અન્યલોક અંધકલ્પ છે તેની સાથે સંબંધ છે.
-
ભાવાર્થ:
પૂર્વમાં સ્થાપન કર્યું કે ભગવાન વિશિષ્ટ સંશિલોક પ્રત્યે પ્રદીપ છે, પરંતુ અંધકલ્પ જીવો પ્રત્યે પ્રદીપ નથી, ત્યાં કોઈકને પ્રશ્ન થાય કે પ્રદીપ બધા માટે પ્રદીપ જ કહેવાય છે, અપ્રદીપ કહેવાતો નથી, સાદડી, ભીંત આદિ અપ્રદીપ કહેવાય છે, તે રીતે ભગવાન જગતના પદાર્થોનું યથાર્થ પ્રકાશન કરનાર હોવાથી સર્વને માટે પ્રદીપ છે તેમ કહેવું જોઈએ, તે પ્રકારની કોઈની શંકાને સામે રાખીને ગ્રંથકા૨શ્રી કહે છે
અનપેક્ષિત ગુરુલાઘવવાળા તેવા પ્રકારની લોકદૃષ્ટિને અનુસરણ કરવામાં પ્રધાન યત્ન કરે છે તેઓ ભગવાન સર્વને માટે લોકપ્રદીપ છે તેમ સ્વીકારે છે, તોપણ તેઓની પ્રવૃત્તિ તત્ત્વના ગ્રહણશૂન્ય પ્રવૃત્તિ છે; કેમ કે લોગપઈવાણું શબ્દથી ભગવાનના વાસ્તવિક ગુણની સ્તુતિ કરવી છે અને ભગવાનનો ઉપદેશરૂપ વાસ્તવિક ગુણ વિશિષ્ટ સંશિલોકને આશ્રયીને જ પ્રદીપનું કાર્ય કરે છે, આમ છતાં જે જીવોને આશ્રયીને ભગવાન પ્રદીપનું કાર્ય કરતા નથી તેઓના માટે પણ ભગવાન પ્રદીપ છે તેમ કહેવાથી ભગવાનના વાસ્તવિક સ્વરૂપની સ્તુતિ થતી નથી, માત્ર સ્થૂલ વ્યવહારથી પ્રદીપ બધા માટે પ્રદીપ છે, તે પ્રકારે આશ્રયણ કરીને તેઓ લોકપ્રદીપ શબ્દથી ભગવાન સર્વના પ્રદીપ છે તેમ કહે છે અને જે સ્તુતિની પ્રવૃત્તિમાં ગુરુલાઘવની વિચારણા ન હોય તે સ્તુતિ સદ્ભૂતાર્થ વિષયવાળી સમ્યક્ સ્તુતિ નથી, પરંતુ શ્રેષ્ઠ વિશેષણો દ્વારા ભગવાનમાં નહિ વિદ્યમાન ગુણોથી પણ સ્તુતિ કરવાના યત્નસ્વરૂપ છે, તેથી તેવી સ્તુતિ કરવી ઉચિત નથી, તે બોધ કરાવવા માટે લોક શબ્દથી વિશિષ્ટ સંશિલોક ગ્રહણ કરેલ છે.
વળી, ભગવાનના ગુણોની સ્તુતિ કરવી હોય ત્યારે ઋજુસૂત્રાદિ નિશ્ચયનયના મતથી જે ગુણોને