________________
લલિતવિસ્તરા ભાગ-૧
૨૫૦
અહિત થાય પણ કે ન પણ થાય, તોપણ તે જીવોને વિપરીત પ્રરૂપણાથી અને વિપરીત પ્રવૃત્તિથી પોતાનું અહિત થાય જ છે.
વળી, જેઓને આગમનો યથાર્થ બોધ છે અને તે બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે તેઓની પ્રવૃત્તિથી કોઈ હિંસા થાય તોપણ તેઓને લેશપણ કર્મબંધ નથી અને જેઓ આગમવચન નિરપેક્ષ પ્રવૃત્તિ કરે છે તેઓની પ્રવૃત્તિથી કોઈ જીવની હિંસા ન થાય તોપણ સ્વપ્રમાદ દોષને કારણે નિયમથી પાપબંધ થાય છે, તેથી અજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિથી નિયમા પાપબંધ થાય છે, પરંતુ ભગવાને સમ્યગ્ જ્ઞાનપૂર્વક ઉપદેશની પ્રવૃત્તિ કરી છે, તેથી તે ઉપદેશની પ્રવૃત્તિ એકાંતે હિતકારી હોવાથી તે પ્રવૃત્તિથી કોઈનું અહિત થતું નથી, માટે ભગવાન પંચાસ્તિકાયમય લોકના હિતને ક૨ના૨ા છે અથવા જગતના સર્વ જીવોના હિતને કરનારા છે એમ કહેલ છે.
તેથી એ ફલિત થાય કે જે પ્રવૃત્તિથી પોતાનું અહિત થાય તે પ્રવૃત્તિ બીજાના અહિતનું કારણ ન બને તોપણ બીજાના અહિતને અનુકૂળ વ્યાપારવાળી છે અને જે પ્રવૃત્તિ સમ્યગ્ જ્ઞાનપૂર્વક બીજાના અહિતના પરિહારની યતનાપૂર્વક કરાય છે તે પ્રવૃત્તિથી પોતાનું અહિત ક્યારેય થતું નથી, તેથી તે પ્રવૃત્તિ બીજાના હિતને અનુકૂળ છે તેમ કહેવાય છે અને ભગવાને સમ્યગ્ જ્ઞાનપૂર્વક સર્વ પ્રરૂપણા કરી છે, તેથી તે પ્રરૂપણા પંચાસ્તિકાયમય લોક માટે અથવા સંસારી સર્વ જીવો માટે હિતરૂપ છે.
લલિતવિસ્તરા ઃ
इतरेतरापेक्षः कर्त्तृकर्म्मप्रकारः, नाचेतनाहितयोग उपचरितः, पुनरागमकर्म्मकत्वेन, सचेतनस्यापि एवंविधस्यैव नायमिति दर्शनार्थः, कर्त्तृव्यापारापेक्षमेव तत्र कर्म्मत्वं, न पुनः स्वविकारापेक्षं, कङ्कटुकपक्तावित्थमपि दर्शनादिति लोकहिताः । । १२ । ।
લલિતવિસ્તરાર્થ :
ઈતર-ઈતરની અપેક્ષાવાળો કર્તૃકર્મ પ્રકાર છે=કર્તારૂપ કારક કર્મની અપેક્ષા રાખીને કર્તા છે અને કર્મરૂપ કારક કર્તાના વ્યાપારની અપેક્ષા રાખીને કર્મરૂપ કારક છે, તેથી અચેતનમાં અહિતનો યોગ ઉપચરિત નથી; કેમ કે ફરી આગમ કર્મકપણું છે, સચેતનનો પણ આવા પ્રકારનો જ આ નથી=અહિતયોગ નથી, એ બતાવવાના અર્થવાળો છે, કર્તાના વ્યાપારની અપેક્ષાએ જ ત્યાં=અચેતન એવા ધર્માસ્તિકાયાદિમાં કે સંસારવર્તી જીવોમાં, કર્મપણું છે=વિપરીત બોધાદિપૂર્વક જેઓ પ્રરૂપણા કે પ્રવૃત્તિ કરે છે તેઓના અહિતયોગનું કર્મપણું છે, પરંતુ સ્વવિકારની અપેક્ષાએ નહિ=અચેતન એવો પંચાસ્તિકાયમય લોક કે જગતવર્તી જીવોરૂપ લોક તેઓના અહિતપરિણામરૂપ વિકારની અપેક્ષાએ નહિ; કેમ કે કોરડું મગને પકાવવાની ક્રિયામાં આ રીતે પણ દર્શન છે, એથી=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે પંચાસ્તિકાયમય લોકનું કે સંસારવર્તી સર્વ જીવોનું હિત થાય તે પ્રકારે પ્રરૂપણા કરેલ હોવાથી, ભગવાન લોકના હિત છે. [૧૨]