________________
૨૫૪
લલિતવિસ્તરા ભાગ-૧ અહીં પ્રશ્ન થાય કે અચેતનનો અહિયોગ અને આવા પ્રકારના સચેતનનો પણ અહિયોગ પુનરાગમકર્મકપણાને કારણે જ ઉપચરિત નથી તેમ કહ્યું તેના બદલે એમ જ કહ્યું હોત કે મિથ્યાદર્શનાદિપૂર્વકનો કર્તાનો વ્યાપાર પોતાને જ અહિત કરનાર છે, પરંતુ અન્યને અહિત કરનાર નથી તેને બદલે અન્યને અહિત કરનાર નહિ હોવા છતાં તે અહિતયોગ પોતાનામાં આવે છે માટે પરનો અહિતયોગ છે તેમ કેમ કહ્યું ? તેમાં હેતુ કહે છે –
અહિતયોગથી–મિથ્યાદર્શનાદિપૂર્વક કરાયેલા વ્યાપારરૂપ અહિતયોગથી, સચેતન એવા પણ કોઈક જીવોમાં ક્રિયાકલના અપાયનો પણ ભાવ હોવાથી મિથ્યાદર્શનાદિપૂર્વક કરાયેલો વ્યાપાર પરનો ઉપચરિત અહિતયોગ નથી તેમ કહેલ છે.
જો અચેતનોમાં ક્રિયાનું ફલ અપાય નથી=કોઈ અનાગમિક પ્રવૃત્તિ કરે તેની અનાગમિક થિાના ફલરૂપ અપાય અચેતન એવા ધર્માસ્તિકાયાદિમાં નથી, તો કેવી રીતે તેના આલંબનથી પ્રવૃતના અહિયોગથી આક્ષિપ્ત તેઓનું કર્મત્વ છે?–અચેતનના આલંબનથી પ્રવૃત એવા જીવનો અનામિક અહિત વ્યાપાર છે તેનાથી આક્ષિપ્ત અચેતન આદિમાં કર્મત્વ કેવી રીતે છે? એથી કહે છે લલિતવિસ્તરામાં કહે છે –
કર્તાના વ્યાપારની અપેક્ષાએ જ=મિથ્યાદર્શનાદિ ક્રિયાકત જ=મિથ્યાદર્શન અને મિથ્યાપ્રવૃત્તિરૂપ ક્રિયાકૃત જ, ત્યાં અચેતન પદાર્થોમાં, કર્મત્વ છે, અવધારણના ફલને કહે છે કર્તાના વ્યાપારની અપેક્ષાએ જ એ પ્રકારે જે લલિતવિસ્તરામાં વિકારરૂપ અવધારણ છે તેના કાર્યને કહે છે – પરંતુ સ્વવિકારની અપેક્ષાએ નહિ અહિતયોગના કાર્યરૂપ પોતાના વિકારની અપેક્ષાએ અચેતનમાં કર્યત્વ નથી=અચેતન એવા સ્વગત અપાયની અપેક્ષાએ કર્મત્વ નથી, પરંતુ કર્તાના વ્યાપારની અપેક્ષાએ જ કર્મત્વ છે.
કેમ આ રીતે કર્મભાવ થાય?–અચેતનમાં ક્રિયાનું ફળ પ્રાપ્ત થતું ન હોય એ રીતે અચેતનમાં કેવી રીતે કર્મભાવ થાય ? એ પ્રકારની આશંકા કરીને કહે છે=લલિતવિસ્તરામાં કહે છે –
કોરડા મગને પકાવવામાં આ રીતે પણ તેમાં પાકક્રિયાનું ફળ થતું ન હોય છતાં કર્મની અપેક્ષાએ પાકના વ્યાપારનું પણ, દર્શન છે, તે અર્થને સ્પષ્ટ કરે છે – કંકટુકના પાકને અયોગ્ય એવા મગાદિના, પચવામાં આ રીતે પણ=સ્વવિકારનો અભાવ હોવા છતાં પણ, કર્મત્વનું દર્શન હોવાને કારણે=કોરડા મગને પકાવે છે એ પ્રયોગના પ્રામાણ્યને કારણે, કોરડા મગમાં કર્મત્વનો ભાવ છે એમ અવય છે અને એ રીતે=જેમ કોરડું મગમાં પાક થતો નહિ હોવા છતાં કર્મત્વનો ભાવ છે એ રીતે, અચેતનમાં હિતનો યોગ પણ કર્તાના વ્યાપારની અપેક્ષાએ મુખ્ય જ છે=જે જીવો ભગવાનના વચન અનુસાર પ્રવૃત્તિ કરે છે તેઓના વ્યાપારની અપેક્ષાએ અચેતનમાં હિતયોગ પણ મુખ્ય જ છે અર્થાત્ અનુપચરિત જ છે, એથી તેના કારણિકપણાથી=પંચાસ્તિકાયમય લોકના હિતને કરાવનારપણાથી, સ્તવનો વિરોધ નથી=ભગવાન લોકના હિતને કરનારા છે એ પ્રકારે ભગવાનની સ્તુતિનો વિરોધ નથી. II૧૨I