________________
૫૨
પંજિકાર્ય :ननु इदमपि સ્તવિરોધ કૃતિ ।। આ પણ કેવી રીતે નિશ્ચિત થયું ?=આ પણ શબ્દથી શું વાચ્ય છે તે યવૃતથી કહે છે. – અનાગમ એવા પાપહેતુથી પણ=આગમ નિરપેક્ષ સેવાયેલા પાપહેતુથી પણ, અવશ્ય પાપનો સદ્ભાવ છે, એ પ્રકારની આશંકા કરીને લલિતવિસ્તરામાં કહે છે
ઇતર-ઇતર અપેક્ષાવાળો=પરસ્પરના આશ્રયવાળો, કર્તૃકર્મપ્રકાર છે=કર્તૃરૂપ કારક અને કર્મરૂપ કારકના ભેદનું સ્વરૂપ છે.
કઈ રીતે કર્તાકારક અને કર્મકારકને પરસ્પર અપેક્ષા છે ? તે સ્પષ્ટ કરે છે
લલિતવિસ્તરા ભાગ-૧
*****
–
કર્તા કર્મની અપેક્ષા રાખીને વ્યાપારવાળો થાય છે અને કર્મ કર્તાની અપેક્ષા રાખીને કર્મ છે એમ કહેવાય છે=કર્તાની ક્રિયાના વિષયરૂપ કર્મ છે એમ કહેવાય છે, જે પ્રમાણે પ્રકાશ્ય એવા ઘટાદિની અપેક્ષા રાખીને પ્રદીપ આદિ પ્રકાશક કહેવાય છે અને તે પ્રકાશક હોતે છતે=પ્રદીપાદિ પ્રકાશક હોતે છતે, પ્રકાશ્ય એવા ઘટાદિ છે અર્થાત્ પ્રકાશક એવો પ્રદીપ ન હોય તો ઘટાદિ તે સ્થાનમાં હોવા છતાં ઘટાદિ પ્રકાશ્ય છે તેમ કહેવાય નહિ, તે પ્રમાણે વિપર્યસ્ત બોધાદિ પાપહેતુવાળો પાપનો કર્તા પુરુષ અવશ્ય તેવા પ્રકારના કાર્યરૂપ પાપભાવમાં જ થાય છે, પાપનો ભાવ પણ તે પાપકર્તા હોતે છતે થાય છે અર્થાત્ પાપનો કર્તા ન હોય તો પાપનો ભાવ થાય નહિ, આથી આ સ્થિત છે=આગળ બતાવે છે એ સ્થિત છે, તે યદ્યુતથી બતાવે છે – પ્રકારાંતરથી ચેષ્ટનના અનિષ્ટત્વની સિદ્ધિ છે=આગમના વચનથી અન્ય પ્રકારે કરાયેલા ચેષ્ટનના અનિષ્ટત્વની સિદ્ધિ છે; કેમ કે હિતયોગથી વિપરીતપણું છે અને વિષય પ્રત્યે=પંચાસ્તિકાયમય જગતરૂપ વિષય પ્રત્યે અથવા સંસારવર્તી જીવોરૂપ વિષય પ્રત્યે, અહિતયોગત્વ છે=અહિત કરવાને અનુકૂળ વ્યાપારપણું છે.
આ રીતે=પૂર્વમાં કહ્યું કે વિપર્યસ્ત બોધાદિ પાપહેતુવાળો પુરુષ અવશ્ય તેવા પ્રકારના કાર્યરૂપ પાપની અપેક્ષા રાખે છે એ રીતે, અચેતન પદાર્થોમાં અહિતનો યોગ કેવી રીતે થાય ? અર્થાત્ થાય નહિ; કેમ કે તત્સાઘ્ય ક્રિયાલરૂપ અપાયનો=વિપર્યસ્ત બોધવાળા પુરુષના વ્યાપારથી સાધ્ય એવા ક્રિયાના ફલરૂપ અનર્થનો, તેઓમાં=અચેતન એવા પદાર્થોમાં, ક્યારે પણ અભાવ છે=સદા અભાવ છે, જો વળી, ઉપચરિત છે=જો વળી, અચેતનમાં અહિતયોગ છે તો ઉપચરિત છે, અને તેનું=અચેતનમાં અહિતયોગનું, ઉપચરિતપણું હોતે છતે=ધર્માસ્તિકાયાદિમાં વિપરીત બોધપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવોથી થતા અહિતયોગનું ઉપચરિતપણું હોતે છતે, હિતયોગ પણ તેઓમાં=ધર્માસ્તિકાયાદિમાં, તેવો જ પ્રાપ્ત થાય છે=ઉપચરિત જ પ્રાપ્ત થાય છે અર્થાત્ ભગવાન પંચાસ્તિકાયમય લોકના હિતને કરનારા છે તે ઉપચરિત જ સિદ્ધ થાય અને સ્તવનમાં તેવા પ્રકારના હિતનો પ્રયોગ નથી=ભગવાન પંચાસ્તિકાયના ઉપચરિત હિતને કરનારા છે તેવો પ્રયોગ નથી; કેમ કે સ્તવનું સદ્ભૂતાર્થ વિષયપણું છે=પ્રસ્તુતમાં લોગહિઆણં પદ દ્વારા ગણધરોએ ભગવાનની સ્તુતિ કરી છે તે સદ્ભૂત અર્થ વિષયવાળી છે, તેથી કેવી રીતે સર્વ લોકના હિતને કરનારા ભગવાન છે ? અર્થાત્ ભગવાન સર્વ લોકના હિતને