________________
લોગહિઆણં
૨૪૯ પ્રકારથી પ્રવૃત્તિ કરનારને ઇષ્ટની પ્રાપ્તિ છે, જીવને ઇષ્ટ શું છે તે બતાવે છે – જીવને સાનુબંધ પરિણામવાળું હિત ઇષ્ટ છે, જેમ અતીતપ્રાયઃ રોગવાળાને સ્વાદુપથ્ય અન્ન હિત છે, તેમ જે જીવોનો કર્મમલ કંઈક અલ્પ થયો છે તેવા જીવો ભાવરોગવાળા હોવા છતાં ઔષધ આદિથી ભાવરોગનો નાશ થઈ શકે તેવા છે, તેવા જીવોને સ્વાદિષ્ટ અને પથ્ય અન્ન જેમ તત્કાલ સુખ ઉત્પન્ન કરે છે અને આરોગ્યની વૃદ્ધિ દ્વારા ભાવિમાં સુખ ઉત્પન્ન કરે છે, તેમ ભગવાને બતાવેલો યથાવસ્થિત બોધપૂર્વકનો માર્ગ સંસારીજીવોને ઉત્તરોત્તર સુંદર પરિણામ આપે તેવું હિત છે; કેમ કે ભગવાનના વચનના ઉપદેશને જેઓ ઝીલે છે અને તે પ્રમાણે ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેઓને કષાયોના શમનકૃત તત્કાલ સુખ થાય છે અને પુણ્યપ્રકૃતિનો પ્રકર્ષ થવાથી સર્વ પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં સર્વ ઇષ્ટની પ્રાપ્તિ થાય છે, તેથી ભગવાનના વચનથી યોગ્ય જીવોને ઉત્તરોત્તર શુભ ફલવાળું ઇષ્ટ પ્રાપ્ત થાય છે, તેથી ભગવાને સર્વ જીવોના ઉપકારનું કારણ બને તેવો પદાર્થનો યથાર્થ બોધ કરાવ્યો છે, માટે ભગવાન સર્વ જીવોના હિત છે અથવા પંચાસ્તિકાયમય જગતને ઉપદ્રવ ન થાય તેવા પ્રકારનો બોધ કરાવ્યો છે, માટે ભગવાન પંચાસ્તિકાયમય જગતના હિત છે, આ કથનને જ વ્યતિરેકથી સ્પષ્ટ કરે છે –
જે પુરુષ યથાર્થ વસ્તુને જોતા નથી અને યથાર્થ બોધને અનુરૂપ ચેષ્ટા કરતા નથી તેનાથી અનિષ્ટત્વની પ્રાપ્તિ છે અર્થાત્ પંચાસ્તિકાયમય જગતને કે સર્વ જીવોને અનિષ્ટત્વની પ્રાપ્તિ છે, જોકે અજ્ઞાનપૂર્વકની કોઈકની પ્રવૃત્તિથી અન્ય જીવોને અનિષ્ટની પ્રાપ્તિ એકાંતે થતી નથી, પરંતુ તે પ્રવૃત્તિ કરનારને તે પ્રવૃત્તિ અનિષ્ટનો હેતુ છે, તેથી તે પ્રવૃત્તિ જીવો માટે અનિષ્ટ છે તેમ ઉપચારથી કહેવાય છે. જેમ કોઈ જીવ અજ્ઞાનથી અનુચિત પ્રવૃત્તિ કરે, તેનાથી અન્ય જીવને અહિત થાય પણ કે ન પણ થાય, તોપણ તે પ્રવૃત્તિ કરનારને અન્યના અહિતને અનુકૂળ તે પ્રવૃત્તિ હોવાથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે, તેથી જે પ્રવૃત્તિથી પોતાને કર્મબંધ થાય તે પ્રવૃત્તિ બીજા માટે અહિતરૂપ છે તેમ કહેવાય છે. આથી જ ભગવાને જે ઉપદેશ આપ્યો તેનાથી પ્રવૃત્તિ કરનારા મહાત્માઓ કોઈનું અહિત ન થાય તે પ્રકારે પ્રવૃત્તિ કરનારા છે, માટે તેઓને તે પ્રવૃત્તિ અનિષ્ટ પ્રાપ્તિનો હેતુ બનતી નથી, માટે તેઓની પ્રવૃત્તિ યથાર્થ દર્શનપૂર્વક ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી સર્વ જીવો માટે કે પંચાસ્તિકાયમય લોક માટે અનિષ્ટરૂપ નથી. જોકે વિપરીત બોધવાળા જીવો વિપરીત પ્રરૂપણાથી અને વિપરીત ચેષ્ટાથી અન્ય જીવોના અહિતને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે, તોપણ પરને એકાંતે અનિષ્ટની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પરને અનિષ્ટની પ્રાપ્તિમાં અનેકાંત , અચેતન એવા ધર્માસ્તિકાય આદિમાં અનિષ્ટની પ્રાપ્તિ થતી નથી અને ચેતન એવા જીવોમાં ક્યારેક અનિષ્ટની પ્રાપ્તિ થાય છે તો ક્યારેક અનિષ્ટની પ્રાપ્તિ થતી નથી, છતાં બીજાને અનિષ્ટ પ્રાપ્ત થાય તેવી પ્રરૂપણા કરનારા અને પ્રવૃત્તિ કરનારા જીવોની તે પ્રવૃત્તિ અવશ્ય પોતાને અનિષ્ટ પ્રાપ્તિનો હેતુ છે; કેમ કે આગમવચન વગર જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિ પાપનો હેતુ હોવાને કારણે પ્રવૃત્તિ કરનારને અવશ્ય પાપબંધની પ્રાપ્તિ છે, આથી જ જેઓ સર્વજ્ઞના વચનાનુસાર પદાર્થના યથાવસ્થિત બોધવાળા નથી તેઓ ઉપદેશ આપે કે પોતાને ભગવાનના વચનના બોધનો અભાવ હોવા છતાં યથાતથા પ્રવૃત્તિ કરે તે પ્રવૃત્તિથી અન્ય જીવોનું