________________
લોગડિઆણં
૨૪૭
વડે અહીં આહાર ઇચ્છાયેલો છે, એ રીતે ઈષ્ટ હેતુપણું હોવાથી હિતયોગ લક્ષણવાળી આ ક્રિયા પણ ઈષ્ટ સિદ્ધ થયેલી છે.
આથી જ અતીત પ્રાયઃ રોગવાળાને સ્વાદુપથ્ય અન્નની જેમ સપરિણામ હિત ઈષ્ટ છે આથી જ, આ પ્રમાણે=આગળ બતાવે છે એ પ્રમાણે, વ્યતિરેકને કહે છે= લલિતવિસ્તરામાં કહે છે, આથી="જે જેને માથાભ્યથી જુએ છે" ઈત્યાદિ ઉક્તરૂપ પ્રકારથી, અવ્યથા=પ્રકારનાંતરથી ચેષ્ટામાં, તેના અનિષ્ટત્વની સિદ્ધિ છે–તે ચેષ્ટાના અસુખકારિત્વરૂપ અનિષ્ટત્વ તેની સિદ્ધિ અર્થાત્ નિષ્પતિ છે.
કેવી રીતે યથાર્થ જ્ઞાન વગરની ચેષ્ટાથી અનિષ્ટત્વની સિદ્ધિ છે? એથી કહે છે – તેના કર્તાને પ્રકારમંતરથી ચેષ્ટાના કર્તા=પદાર્થતા યથાર્થ બોધ વગર ચેષ્ટાના કર્તાને, અનિષ્ટની પ્રાપ્તિનું હેતુપણું હોવાથી અનિષ્ટત્વની સિદ્ધિ છે એમ અત્રય છે અને અનિષ્ટ અહીં અશુભકર્મ છે, તેની પ્રાપ્તિ બંધ, તેનું અનિષ્ટત્વના બંધનું, પ્રકારમંતર ચેષ્ટાતું હતુપણું હોવાથી અનિષ્ટત્વની સિદ્ધિ છે એમ અવય છે, આ અભિપ્રાય છે – વિપર્યસ્ત બોધવાળો વિપરીત પ્રજ્ઞાપના આદિથી=વિપરીત પ્રરૂપણાથી અને વિપરીત આચરણાથી, ચેતનોમાં અથવા અચેતનોમાં અનનુરૂપ ચેષ્ટા કરતો અનુરૂપ ચેષ્ટનમાં પણ=ચેતન-અચેતન પદાર્થોમાં હિતને અનુકૂળ એવી ચેષ્ટા કરવા છતાં પણ, ભાવિના અપાયને અપરિહાર કરતો=વિપર્યસ્ત બોધને કારણે તે ચેાથી ભાવિમાં થનારા અનર્થોના પરિહારને નહિ કરતો, નિયમથી અશુભકર્મોથી બંધાય છે, વળી, પરમાં=ચેતન અથવા અચેતનરૂપ પર પદાર્થોમાં, અનિષ્ટની પ્રાપ્તિનો હેતુ તે અજ્ઞાનપૂર્વક ચેષ્ટા કરનાર પુરુષ, થાય અથવા ન થાય એ પ્રકારે અનેકાંત છે, અચેતનોમાં ન થાય=અનિષ્ટની પ્રાપ્તિનો હેતુ ન થાય, વળી, ચેતનોમાં થાય પણ અનિષ્ટની પ્રાપ્તિનો હેતુ થાય પણ અથવા ન પણ થાય, એ પ્રકારનો ભાવ છે.
નનુથી શંકા કરે છે – પરમાં અહિતયોગનું અનેકાંતિકપણું હોતે છતે કોઈ મહાત્મા પદાર્થના સ્વરૂપને જાણ્યા વગર પ્રરૂપણા કરે અને પ્રવૃત્તિ કરે તેનાથી પર એવા અચેતનમાં કે ચેતવમાં અહિતયોગનું અનેકાંતિકપણું હોતે છતે, કેવી રીતે પ્રકારમંતર ચેષ્ટા કરનારા એવા તેના કર્તાનું યથાર્થ બોધ વગર પ્રરૂપણા આદિ કરનારા પુરુષનું, અનિષ્ટપ્રાપ્તિનું હેતુપણું એકાંતિક છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે=લલિતવિસ્તરામાં કહે છે –
અતાગમ આગમના આદેશ વગર, પાપના હેતુથી પણ અયથાસ્થિત દર્શન આદિથી અકુશલ કર્મના કારણથી યથાર્થ બોધ વગર અકુશલ એવી ક્રિયા કરવાથી, પાપભાવ હોવાના કારણે અકુશલકર્મનો ભાવ હોવાના કારણે, તેના કર્તાને એકાંતે અનિષ્ટની પ્રાપ્તિ છે એમ અવય છે, વળી, પરમાં પાપના હેતુક્ત અપાયોથી પાપભાવ જ છે એ જ શબ્દનો અર્થ છે=જાતોરમાં રહેલા ગરિ શબ્દનો અર્થ છે, આ અભિપ્રાય છે – આગમના આદેશથી ક્યારેક અપવાદની પ્રવૃત્તિ હોતે છતે જીવવધ આદિ પાપહતુઓમાં પણ પ્રવૃતિ સાધુને પાપનો સદ્ભાવ થતો નથી=પાપબંધની પ્રવૃત્તિ થતી નથી, વળી, અવ્યથા પ્રવૃત્તિ હોતે છતે આગમતા આદેશ વગર કોઈક અનુષ્ઠાનમાં સાધુની પ્રવૃત્તિ હોતે છતે,