________________
૨૪૬
લલિતવિસ્તરા ભાગ-૧ અચેતનના વિષયમાં ક્રિયા હોતે છતે સ્વગત ક્રિયાના ફલનું ઘટત હોવાથી અથવા ચેતન વિશેષોમાં સ્વગત-પરગત ક્રિયાના કુલનું ઘટના હોવાથી હિતાર્થ છે એમ અવય છે=જે પુરુષ વસ્તુને યથાર્થ જોઈને તેને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરે છે તે તેનો હિતાર્થ છે એમ પૂર્વમાં કહ્યું તે હિતાર્થતી આ રીતે ઉપપત્તિ છે એમ અવય છે, ઈષ્ટને જ કહે છેઃયથાર્થ જોઈને પ્રવૃત્તિ કરનારને ઈષ્ટની ઉપપતિ છે એમ પૂર્વમાં કહ્યું તે પ્રવૃત્તિ કરનાર પુરુષનું ઈષ્ટ શું છે તેને જ કહે છે – ઈષ્ટ વળી, સપરિણામ=ઉત્તરોત્તર શુભ ફ્લતા અનુબંધવાળો પરિણામ, હિત છે સુખકારી છે પ્રકૃત હિતયોગસાધ્ય અનુગ્રહ છેઃલોગહિઆણં પદમાં રહેલ જે પ્રકૃત હિતનો યોગ તેનાથી સાધ્ય એવો અનુગ્રહ છે, એ પ્રકારનો ભાવ છે.
દાંતને કહે છે–પૂર્વમાં કહ્યું કે આ રીતે જ ઈષ્ટની ઉપપત્તિ છે એ કથનમાં દાંતને કહે છે – સ્વાદુ-પથ્થ અષની જેમ=સ્વાદુ એવું પથ્ય એ સ્વાદુપથ અને તે=સ્વાદુપથ્ય એવું તે અન્ન, તેની જેમ સપરિણામ હિત છે એમ અવાય છે, સ્વાદુનો અર્થ સ્પષ્ટ કરે છે – જીફ્લેજિયને પ્રીતિ કરનારું સ્વાદુ છે, પથ્થનો અર્થ કરે છે – પંથના જેવો પંથ છે, સતત ઉલંઘનીયપણું હોવાથી ભવિષ્યકાળ પંથ છે, તેમાં સાધુ-સુંદર, તે પથ્ય છે અર્થાત્ જેમ પંથ સતત ઉલંઘનીય છે તેમ જીવને ભવિષ્યકાળ સતત ઉલંઘનીય છે તેમાં જે સુંદર હોય તે પથ્ય કહેવાય, જેમ રોગીને રોગનો નાશ થવાથી પથ્ય અa ભવિષ્યકાળમાં સુંદર બને છે અને મુનિનું જિતવચનાનુસાર કરાયેલું કૃત્ય ભવિષ્યકાળમાં સુગતિઓમાં સ્થાપન કરીને જીવતે માટે સુંદર બને છે માટે પથ્ય છે, અતિરોગી=અતીતપ્રાય રોગવાળાને સ્વાદુપથ્ય અન્ન હિતકારી થાય છે એ દષ્ટાંત છે. અહીં અતિરોગીનો અર્થ અતીતપ્રાયરોગવાળા કેમ કર્યો ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
દિ=જે કારણથી, આતુરમાં=રોગીમાં, પથ પણ અહિત છે એ વચનથી અભિનવ રોગ હોતે છતે પથ્થતો અનધિકાર જ છે, તિરોજિ: એ પ્રકારના પાઠમાં લલિતવિસ્તરામાં તિર: એ પ્રકારના પાઠાંતરમાં, તિ આવા પ્રકારનો, સ્વાદુપથ્ય અન્ન યોગ્ય જે રોગ તેવા રોગવાળાને સ્વાદુપથ્ય અન્નની જેમ સપરિણામ હિત છે તેમ યથાવસ્થિત દર્શનપૂર્વક ઉચિત પ્રવૃત્તિ સપરિણામ હિત છે, સ્વાદુનું ગ્રહણ તે કાલમાં પણ=આહારગ્રહણકાળમાં પણ, સુખના હેતુપણાથી વિવક્ષિતપણું હોવાથી એ= સપરિણામ હિત છે તેમાં દષ્ટાંત તરીકે સ્વાદુનું ગ્રહણ તત્કાલમાં પણ અર્થાત્ ભોજનકાલમાં પણ સુખનું હેતુપણું હોવાને કારણે વિવક્ષિતપણું છે; કેમ કે ધર્મ સેવનકાળમાં પણ સ્વાદુ અન્ન જેવો સુખનો હેતુ છે, અને પથ્થતા પણ અસ્વાદુપણામાં અતથાભૂતપણું હોવાથી એકાંતથી ઈષ્ટપણું નથી=કેટલાક પથ્ય અન્ન સ્વાદમાં મધુર ન હોય તેથી સેવતકાળમાં અસુખના હેતુ હોવાથી તે પથ્થ અન્ન એકાંતથી ઈષ્ટ નથી તેવું હિત કરનારા ભગવાન નથી, તેથી સ્વાદુનું ગ્રહણ છે એમ અવય છે, અને ઉપચારથી=સેવનથી, સ્વાદુપથ્ય અન્નનું ઈષ્ટપણું છે; કેમ કે તદ્ભવ્ય અનુગ્રહનું ઈષ્ટપણું છે=સ્વાદુપથ્થ અન્નજન્ય સુખનું જ ઈષ્ટપણું છે, જે કારણથી કહેવાયું છે – કાર્યને ઈચ્છતા પુરુષ વડે અનંતર કારણ પણ ઇચ્છાયેલું છે, જે પ્રમાણે આહારથી થનારી તૃપ્તિને ઇચ્છતા પુરુષ