________________
૨૪૨
લલિતવિસ્તરા ભાગ-૧
સૂત્રાર્થ:
લોકના હિતને કરનારા ભગવાનને નમસ્કાર થાઓ. Inશા લલિતવિસ્તરા -
तथा 'लोकहितेभ्यः'। इह लोकशब्देन सकलसांव्यवहारिकादिभेदभिन्नः प्राणिलोको गृह्यते, पञ्चास्तिकायात्मको वा सकल एव, एवं चालोकस्यापि लोक एवान्तर्भावः, आकाशास्तिकायस्योभयात्मकत्वात्, लोकादिव्यवस्थानिबन्धनं तूक्तमेव। લલિતવિસ્તરાર્થ -
તથા તે પ્રકારે, લોકના હિતને કરનારા છે એમ અન્વય છે અને નોદિક્તિમ્યઃ એ પ્રતીક છે, અહીં=લોગહિઆણં શબ્દમાં, લોક શબ્દથી સકલ સાંવ્યવહારિકભેદથી ભિન્ન=સાંવ્યવહારિક અવ્યવહારિક સર્વ, પ્રાણીલોક ગ્રહણ કરાય છે અથવા પંચાસ્તિકાયાત્મક સકલ જ લોક ગ્રહણ કરાય છે અને આ રીતે પંચાસ્તિકાયાત્મક લોક છે એમ કહ્યું એ રીતે, અલોકનો પણ લોકમાં જ અંતર્ભાવ છે; કેમ કે આકાશાસ્તિકાયનું ઉભયાત્મકપણું છે, લોકાદિ વ્યવસ્થાનું કારણ કહેવાયેલું જ છે=જ્યાં ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો છે તે લોક છે અને જ્યાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો નથી તે અલોક છે એ પ્રમાણે લોગરમાણંમાં બતાવેલું, એથી લોકાદિ વ્યવસ્થાનું કારણ કહેવાયેલું જ છે. પંજિકાઃ
'सांव्यवहारिकादिभेदभिन्न' इति; नरनारकादिर्लोकप्रसिद्धो व्यवहारः संव्यवहारस्तत्र भवाः सांव्यवहारिकाः, 'आदि'शब्दात् तद्विपरीता नित्यनिगोदावस्थाः असांव्यवहारिका जीवा गृह्यन्ते, त एव भेदौ प्रकारौ ताभ्यां મિત્ર તિા. પંજિકાર્ય :
વ્યવહારિકા ... મિન્નતિ | સાંવ્યવરિએમિત્ર એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – નર-નારકાદિ લોકપ્રસિદ્ધ વ્યવહાર સંવ્યવહાર તેમાં થનારા જીવો સાંવ્યવહારિકો છે, આદિ શબ્દથી સાંવ્યવહારિત્રિમાં રહેલા “ગારિ' શબ્દથી, તેનાથી વિપરીત નિત્યનિગોદમાં રહેલા અસાંવ્યવહારિક જીવો ગ્રહણ કરાય છે, તે જ ભેદો=સાંવ્યવહારિક આદિ ભેદો અર્થાત્ પ્રકારો, તેનાથી ભિન્ન સાંવ્યવહારિક આદિ ભેદ ભિન્ન છે. ભાવાર્થ :
ભગવાન લોકના હિતને કરનારા છે, એ કથનમાં તથા શબ્દ તે પ્રકારના અર્થમાં છે, તેથી લોક શબ્દ દ્વારા તે પ્રકારનો લોક ગ્રહણ થાય છે, તેથી જે સ્થાને જે ઘટતું હોય તે ગ્રહણ કરવું એમ સૂચિત થાય છે