________________
લોગનાહાણું
૩૭
સાથે સંબંધ છે, લલિતવિસ્તરામાં ‘ચ' શબ્દ પુનઃ અર્થમાં છે, તે કારણથી=જેઓના ભગવાન નાથ નથી તેઓના ઉપચારથી નાથ સ્વીકારવાથી ભગવાનની પારમાર્થિક સ્તુતિ થતી નથી તે કારણથી, અહીં=સૂત્રમાં=‘લોગનાહાણં' સૂત્રમાં, જેઓના જ=વક્ષ્યમાણ ક્રિયાના વિષયભૂત એવા જેઓના જ, અન્યના નહિ, બીજાધાન ઉભેદ વડે અને પોષણ વડે=ધર્મબીજના પ્રશંસાદિ દ્વારા આધાનથી ઉભેદથી અર્થાત્ ચિંતા અંકુર કરણથી પોષણ વડે અર્થાત્ સત્ શ્રુતિ આદિ કાંડનાલાદિના સંપાદન વડે, અપ્રાપ્ત લાભરૂપ યોગ અને લબ્ધતા પાલનરૂપ ક્ષેમ તે તે ઉપદ્રવાદિના અભાવથી−તે તે ઉપદ્રવો ચિત્ર સ્વરૂપવાળા તરકાદિ કષ્ટો આદિ શબ્દથી તેના કારણભૂત રાગાદિનું ગ્રહણ છે તેઓના અભાવથી અર્થાત્ અત્યંત ઉચ્છેદથી, તે જ ઉક્ત સ્વરૂપવાળા ભવ્યો ગ્રહણ કરાય છે, અન્ય નહિ=બીજાધાનાદિ સંવિભક્ત ભવ્યો જ ગ્રહણ કરાય છે, અન્ય નહિ.
ભાવાર્થ:
ભગવાન ગુણોથી યુક્ત હોવા છતાં જે જીવોને ભગવાનથી યોગક્ષેમની પ્રાપ્તિ નથી અને તેના કારણે દુર્ગતિના ઉપદ્રવથી રક્ષણ નથી, છતાં ભગવાન ગુણસમૃદ્ધિથી મહાન છે, માટે જે કોઈ જીવો તેમનો આશ્રય ક૨શે તેમના નાથ છે તેમ સ્વીકારીને તેમની સ્તુતિ ક૨વામાં આવે તો જે જીવો દ્રવ્યથી ભગવાનનો આશ્રય કરે છે, પરંતુ ગુણને અનુકૂળ ભગવાનના વચનનું અવલંબન લેતા નથી, તેથી ભગવાન તેઓના પરમાર્થથી નાથ નહિ હોવા છતાં ઉપચારથી નાથ સ્વીકારીને ભગવાનની સ્તુતિ કરવામાં આવે તેનાથી ભગવાનના પારમાર્થિક સ્તવની સિદ્ધિ થતી નથી, તેથી ભગવાનની સ્તુતિ કરવાના અર્થી ગણધરો ભગવાનને લોકનાથ શબ્દથી તેઓના જ નાથ ભગવાન છે તેમ સ્વીકારે છે કે જેઓને ભગવાનના અવલંબનથી બીજાધાન થાય છે, બીજનો ઉદ્વેદ થાય છે, બીજનું પોષણ થાય છે જેના કા૨ણે તે જીવો દુર્ગતિના પાતથી ૨ક્ષણ પામે છે.
ભગવાન જે જીવોના નાથ છે તે જીવોમાં ધર્મ પ્રશંસાદિ દ્વારા બીજનું આધાન કરાવે છે અને બીજાધાનવાળા જીવોના થયેલા બીજમાંથી ચિંતારૂપ અંકુરનો ઉદ્વેદ કરે છે, તેનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોએ બીજાધાન પ્રાપ્ત કર્યું નથી, પરંતુ ભગવાનને જોઈને ભગવાનના ગુણોથી પ્રભાવિત થાય છે ત્યારે ગુણના પક્ષપાતરૂપ બીજનું આધાન કરે છે અને બીજનું આધાન થયા પછી ભગવાનના આલંબનથી તેઓમાં ચિંતા પ્રગટે છે અર્થાત્ હું શું કરું ? જેથી આવા ઉત્તમ ગુણો મારામાં પ્રગટે, તેનાથી ધર્મબીજનો અંકુરો પ્રગટ થાય છે, ત્યારપછી તે જીવો સત્ શાસ્ત્રોનું શ્રવણ કરે, વારંવાર તે તે ભાવોથી આત્માને ભાવિત કરે તે અંકુરમાંથી કાંડનાલની નિષ્પત્તિ તુલ્ય છે.
વળી, ત્યારપછી જેઓ તે ધર્મને સેવવા માટે જે જે ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેનાથી તે ધર્મબીજ પુષ્ટપુષ્ટતર થઈને મહાવૃક્ષરૂપ બને છે અને આ સર્વની પ્રાપ્તિમાં ભગવાન, ભગવાનની મૂર્તિ કે ભગવાનનાં શાસ્ત્રો નિમિત્ત બને છે, તેથી ભગવાન દ્વારા યોગ્ય જીવોમાં બીજાધાન, બીજનો ઉદ્ભેદ, પોષણ આદિ થાય છે અને જે જીવો ભગવાનના આલંબનથી બીજાધાન, બીજઉભેદ, પોષણ આદિમાં યત્ન કરે છે તેઓ જન્માંત૨માં નરકમાં, તિર્યંચમાં, કુદેવમાં કે કુમાનુષ્યમાં જતા નથી, પરંતુ ધર્મસામગ્રીથી યુક્ત એવા સુંદર