________________
લોગનાહામાં
૨૩૫
પણ નાથ સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય; કેમ કે તે પુરુષે પોતાના રક્ષણ માટે ભીંતનો કે તુચ્છ મનુષ્યનો આશ્રય કર્યો છે, વસ્તુતઃ જે રક્ષણ કરવા સમર્થ ન હોય તે નાથ બને નહિ, માટે પરમાર્થથી ભગવાન જે જીવોમાં અપૂર્વ ગુણોનો યોગ કરાવી શકે અને વિદ્યમાન ગુણોનું રક્ષણ કરી શકે તેવા જીવોને આશ્રયીને જ ભગવાન તેઓના નાથ છે તેમ સ્વીકારવું જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે ભીંતાદિ કે તુચ્છ મનુષ્ય ગુણઐશ્વર્યવાળા નથી, માટે તેઓનો આશ્રય કરવા છતાં આશ્રય કરનારના તેઓ નાથ બને નહિ પરંતુ ભગવાન તો ગુણઐશ્વર્યાદિથી મહાન જ છે, માટે તેઓનો જેઓ આશ્રય કરે તેમના ભગવાન નાથ થવા જોઈએ, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાન ગુણઐશ્વર્યથી મહાન છે એટલા માત્રથી નાથ થઈ શકે નહિ, પરંતુ યોગક્ષેમ કરે તે જ તેઓના નાથપણાના સ્વીકારનું પ્રયોજક છે; કેમ કે જેને નાથ સ્વીકારવામાં આવે તેમનાથી પોતાને વિશિષ્ટ ઉપકાર થાય યોગક્ષેમરૂપ વિશિષ્ટ ઉપકાર થાય, તો જ તત્ત્વથી તેઓ નાથ છે તેમ કહી શકાય, માટે ભગવાનનો જે કોઈ જીવો આશ્રય કરે છે તે સર્વના ભગવાન નાથ નથી, પરંતુ જે જીવોને ભગવાનના સંબંધથી નવા ગુણોનો યોગ થાય અને પૂર્વના ગુણોનું રક્ષણ થાય તેઓના જ ભગવાન નાથ છે, આથી જ ચૌદપૂર્વધર પણ જ્યારે પાતને અભિમુખ બને છે ત્યારે ભાવથી ભગવાનનું આલંબન લઈને પોતાનું રક્ષણ કરી શકતા નથી અને પ્રમાદને વશ દુર્ગતિઓમાં જાય છે ત્યારે ભગવાન તેઓના નાથ નથી અને જેઓએ બીજાધાનાદિ કર્યું નથી તેઓ બાહ્યથી ભગવાનનો આશ્રય કરે અને ભાવથી ભગવાનનું આલંબન લઈને ગુણનિષ્પત્તિને અનુકૂળ યત્ન ન કરે તેવા જીવોના ભગવાન નાથ નથી, આથી જ બીજાધાનાદિથી સંવિભક્ત જીવો પણ જ્યારે જ્યારે ભગવાનનું આલંબન લે છે ત્યારે ત્યારે તેઓના પ્રગટ થયેલા ગુણો રક્ષણ પામે છે અને નહિ પ્રગટેલા અપૂર્વ ગુણોનો યોગ પણ થાય છે અને જ્યારે તેઓ પણ પ્રમાદને વશ ભગવાનનું આલંબન લેતા નથી ત્યારે રાગાદિ ઉપદ્રવોથી રક્ષણ પામતા નથી અને તેના કારણે રાગાદિજન્ય ક્લિષ્ટ કર્મબંધના કારણે દુર્ગતિના ઉપદ્રવોથી પણ રક્ષણ પામી શકતા નથી, માટે જે યોગ્ય જીવો ભાવથી ભગવાનનો આશ્રય કરે છે તેઓના જ ભગવાન નાથ છે. પંજિકા :
उपचारतस्तर्हि महानाथो भविष्यतीत्याशङ्क्याह - પંજિકાર્ય :
૩૫ર ..... શક્રાદો તો ઉપચારથી મહાન એવા ભગવાન નાથ થશે એ પ્રકારે આશંકા કરીને કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે ગુણઐશ્વર્યથી ભગવાન મહાન છે, છતાં જે જીવોનો ભગવાનથી યોગક્ષેમ થતો નથી તે જીવોના ભગવાન નાથ નથી, ત્યાં કોઈ કહે કે ભગવાન ગુણઐશ્વર્યથી મહાન છે અને તેઓનો જેઓ